સતત ત્રીજા દિવસે રખડતા ઢોર અને ટ્રેન વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:20

રખડતા ઢોરને કારણે અનેક ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે વંદે ભારત ટ્રેનના સળંગ બે દિવસ અકસ્માત સર્જાયા હતા. ત્યારે ફરી એક વખત રખડતા પશુને કારણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે. આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત થતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. 

22954 Gujarat Superfast Express - Indian Railways !! - YouTube

વંદે ભારત ટ્રેન બાદ થયો ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત 

થોડા સમય પહેલા જ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ જ વંદે ભારતનો એક્સિડન્ટ ભેંસ અને ગાય સાથે થયો છે. ઝડપ સાથે આવી રહેલી ટ્રેનનો અકસ્માત રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકસાન થયું છે. ત્યારે આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે.  આણંદથી નડિયાદ તરફ જતી વખતે ટ્રેનનો અકસ્માત થયો છે. બે દિવસ સળંગ અકસ્માત થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ત્રીજા દિવસે પણ રખડતા ઢોરને કારણે ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો.


ટ્રેન માટે પણ આફત બન્યા રખડતા પશુઓ

ત્યારે સળંગ ત્રીજા દિવસે ગાયનો ટ્રેન સાથે અકસ્માત થતા રેલવેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. આજે વંદે ભારત ટ્રેન નહીં પરંતુ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હજી સુધી રખડતા ઢોરને કારણે રસ્તા પર અનેક અકસ્માત સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે. વાહનચાલકો માટે તો રખડતા ઢોર મુશ્કેલી સમાન બની ગયા છે ત્યારે ટ્રેન માટે પણ રખડતા ઢોર આફત બની ગયા છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે