દેશમાં છેલ્લા 5 દિવસમાં અધધધ 21,641 કરોડનું વિદેશી રોકાણ, આગળ કેવી રહેશે શેર બજારની ચાલ?


  • Published By :
  • Published Date : 2023-12-17 15:25:31

ગત સપ્તાહે સ્થાનિક શેરબજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. BSE સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 71,000 પોઈન્ટને પાર કરી ગયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પાંચ દિવસમાં ભારતીય બજારમાં રૂ. 21,641 કરોડ અથવા 2.6 બિલિયન ડોલરની ખરીદી કરી છે. ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ દલાલ સ્ટ્રીટમાં લગભગ ચાર અબજ ડોલરનું રોકાણ કર્યું છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ કારણે ગયા સપ્તાહે ભારતીય બજારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 8.55 લાખ કરોડ વધીને રૂ. 357.78 લાખ કરોડ થયું છે.


FPIs માટે ભારત ટોચનું રોકાણ સ્થળ 


મોટાભાગના નિષ્ણાતો કહે છે કે સ્થાનિક અને વૈશ્વિક પરિબળોને કારણે ભારતમાં મૂડીનો પ્રવાહ નજીકના ભવિષ્યમાં ચાલુ રહેવાની ધારણા છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે FPIs માટે ભારત ટોચનું રોકાણ સ્થળ છે. વૈશ્વિક રોકાણ સમુદાયમાં સર્વસંમતિ છે કે ભારતમાં તેમના માટે સૌથી વધુ સંભાવનાઓ છે. એમ્કે ગ્લોબલ ફાઇનાન્શિયલના કૃષ્ણ કુમાર કડવાએ જણાવ્યું હતું કે જેમ જેમ વિશ્વમાં વ્યાજ દરો ઘટવાનું શરૂ થશે તેમ તેમ અમેરિકાથી અન્ય દેશોમાં પ્રવાહ શરૂ થશે અને ભારતને તેનો સૌથી વધુ ફાયદો થશે.


 કેવી રહેશે બજારની ચાલ?


શેર બજારના નિષ્ણાતો કહે છે કે સ્થાનિક મોરચે કોઈ મોટી ઘટનાક્રમની ગેરહાજરીમાં, આગામી સપ્તાહે શેરબજારોની દિશા વૈશ્વિક વલણો અને FPI પ્રવૃત્તિઓ દ્વારા નક્કી કરવામાં આવશે. ઊંચા વેલ્યુએશનને કારણે નજીકના ગાળામાં બજારમાં થોડો ઘટાડો થઈ શકે છે. ગત અઠવાડિયું મુખ્યત્વે યુએસ ફેડરલ રિઝર્વના નીતિગત વિકાસથી પ્રભાવિત હતું. હવે સૌનું ધ્યાન બેંક ઓફ જાપાનના નીતિગત નિર્ણય પર છે, જેની જાહેરાત 19 ડિસેમ્બરે થશે. મીનાએ કહ્યું કે આ સિવાય ક્રૂડ ઓઈલની કિંમતો અને અમેરિકા અને ચીનના મેક્રો ઈકોનોમિક ડેટા બજારના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ રહેશે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 7.6 ટકા, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વધીને 56, બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને બેરલ દીઠ $ 76 અને FPI ખરીદી જેવા સકારાત્મક સમાચારોને કારણે બજારો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે.



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..