વિદેશ મંત્રી એસ. જયશંકરનો આ મિસ્ત્ર પ્રવાસે કંઈક ખાસ રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:12:45

ભારતની વિદેશ નીતિ મજબૂતાઈથી અન્ય દેશોમાં ભારતનો પ્રભાવ છોડી રહી છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જઈ રહ્યા છે. 


15-16 ઓક્ટોબરે મિસ્ત્ર પ્રવાસે જશે વિદેશમંત્રી 

કેન્દ્રીય વિદેશ મંત્રી અને પૂર્વ રાજદ્વારી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જશે. વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રીમંડળમાં એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા ત્યારથી તેમનો આ મિસ્ત્રનો પહેલો પ્રવાસ હશે. મિસ્ત્રની આ તેમની પહેલી દ્વિપક્ષીય બેઠક હશે. આ વિદેશ પ્રવાસમાં તેઓ મિસ્ત્રના સમકક્ષ સાથે અનેક દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


મિસ્ત્રના ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે વાત 

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત તરફથી પોતાનો મજબૂતાઈથી પક્ષ રાખતા જોવા મળ્યા છે. તેઓ પોતાની મિસ્ત્ર યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે. મિસ્ત્રના ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ભારતમાં આર્થિક રોકાણો કરવા માટે આમંત્રણ આપશે. 



પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ આસમાને પહોંચ્યો છે. અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપના નેતાઓનો. આ બધા વચ્ચે કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.