મોરબીના જુના નાગડાવાસ ગામ નજીક મહિલા ફોરેસ્ટ અધિકારી પર હિચકારો હુમલો, બે સામે ફરિયાદ નોંધાઈ, સમગ્ર મામલો શું હતો, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-17 13:28:00

સરકારની કર્મચારીઓ જ્યારે ઈમાનદારીથી તેમની ફરજ નિભાવે છે ત્યારે તેમની જાનનું જોખમ વધી જાય છે. કાંઈક આવી જ ઘટના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામમાં જોવા મળી હતી. મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ નજીક ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારી  સોનલબેન નાનુભાઈ શીલુ સાથે બની છે. જુના નાગડાવાસ ગામ નજીક વૃક્ષો કપાતા હોવાની ફરિયાદના પગલે મહિલા ફોરેસ્ટ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનોએ બોલાચાલી કરી મહિલા અધિકારી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી. જેના કારણે મહિલાકર્મીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે થયેલ મારામારી મામલે મોરબી તાલુકા પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર ઘટના ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી આરોપી વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ફરિયાદ કરતા મોરબી વન વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતા સોનલબેન નાનુભાઇ શીલુ બનાવ સ્થળે ગયા હતા. જો કે, બનાવ સ્થળે કોઈ વૃક્ષ કાપવામાં ન આવ્યા હોવા છતાં આરોપીઓએ ગુજરાત ગેસના માણસોએ વૃક્ષ કાપ્યા છે તેવું લેખિતમાં આપવા દબાણ કરી ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા સોનલબેને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.  સોનલબેન મોબાઈલમાં વિડીયો ઉતારતા આરોપી જયેશ મિયાત્રા એ મોબાઈલ પડાવવા જતા મોબાઈલ નહિ આપતા ફરિયાદી સોનલબેનને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી આરોપી વસંતએ ફરિયાદી સોનલબેન ને છુટો પથ્થરનો ઘા મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં ફરજમાં સરકારી અધિકારીના કામમાં રુકાવટ સહિતની કલમો હેઠળ આઇપીસી કલમ 323,332,504 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.



રાજકોટ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત પરેશ ધાનાણીને ટિકીટ આપવામાં આવી છે. પરેશ ધાનાણીએ જાહેરસભામાં તેમણે હરખપદુડો શબ્દ વાપર્યો હતો જેને લઈ તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે..

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમ ભાવનગરના એવા વિસ્તારમાં પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકો વધારે રહેતા હતા.

થોડા દિવસ પહેલા અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.. ત્યારે એવી માહિતી સામે આવી છે કે તે ગુજરાત આવી પોરબંદરના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે..

જમાવટની ઈલેક્શન યાત્રા નવસારી પહોંચી હતી. ભાજપે સી.આર.પાટીલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. નવસારીના યુવાનો ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.