Jamnagarમાં જોવા મળી પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી! ફાઈલ પાસ કરાવવા મહાનગરપાલિકાના સિટી ઈજનેરને આપી ધમકી, માગી ખંડણી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 18:31:01

સત્તા પર બેઠેલા લોકો અનેક વખત એવું માનતા હોય છે કે તે સત્તાના જોરે, ધાક ધમકી આપી અધિકારીઓ પાસેથી કોઈ પણ ખોટા કામ કરાવી શકે છે...! ન માત્ર સત્તા પર રહેલા અધિકારીઓ પરંતુ પૂર્વ અધિકારીઓ પણ કંઈક આવું જ માને છે..! અધિકારીઓને ડરાવી ધમકાવી કામ કરાવી લેવાના કિસ્સા આપણી સામે છે ત્યારે આવો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં જામનગર સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનરને ધાક ધમકી આપવામાં આવી અને એ પણ જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા દ્વારા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે... 

ફાઈલ પાસ કરાવવા માટે પૂર્વ કોર્પોરેટરે આપી ધાક ધમકી! 

જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે ઘટના બની છે તે કદાચ અનેક જગ્યાઓ પર પણ બનતી હશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! અનેક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કામ કરવા માટે અધિકારીઓને દબાણ કરવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે... ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે.. જામનગરમાં બનેલી ઘટનામાં પણ આવું જ થયું છે... બે દિવસ પૂર્વે જામનગર મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધમકી આપી છે....  શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધાક ધમકી આપી છે. ચેમ્બરમાં ઘૂસી કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7ની ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયર કરી આપવા ધાક-ધમકી આપી. ધમકી તો આપી ઉપરાંત હપ્તાની માગ પણ કરી હતી. ખંડણીની માગ કરતા તેમણે કહ્યું કે હું પુર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. તમારે મહાનગરપાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે.


ભાવેશ જાનીએ જણાવ્યું કે....  

હપ્તાની માગ તો કરી ઉપરાંત જો આ કામ નહીં થાય તો કેસમાં ફસાવવાની ધમકી પણ તેમણે અધિકારીને આપી હતી. સીટી ઈજનેર ભાવેશ જાનીને ધમકી આપતા કહ્યું કે હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તેમનું ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઉપરાંત ગાળો પણ બોલી.  આ બધાને લઈ જામનગર મનપાના સીટી ઈજનેર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મનપાના અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યું કે, કોર્પોરેટરના પતિએ મારી ચેમ્બરમાં આવી સતત 15થી 20 મિનિટ સુધી બેફામ શબ્દો બોલી અને ધમકીઓ આપી હતી. 100 ટકા ખોટું બાંધકામ હતું જેની ફાઈલ મંજૂર કરાવવા કહ્યું હતું. તેમજ કોડવર્ડમાં પૈસાની માંગણી કરી હતી.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


પૂર્વ કોર્પોરેટર હોવા છતાં જો આટલો પાવર બતાવતા હોય તો પ્રશ્ન થાય કે.... 

મહત્વનું છે કે અનેક એવા તત્વો સિસ્ટમમાં છે જે એવું માનીને બેઠા છે કે અધિકારીને ડરાવી ધમકાવી ખોટા કામ કરાવાઈ શકાય છે... નોકરીના બહાને લાખો રૂપિયાની ખંડણી માગી શકાય છે તેવી વાતો અનેક નેતાઓના, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરના દિમાગમાં ધૂસી ગઈ છે...!  આ ઘટના પરથી એક સવાલ થાય કે જો પૂર્વ કોર્પોરેટર હોવા છતાં આટલી ધાક ધમકી આપી શકતા હોય, અધિકારીને ડરાવી ધમકાવી શકતા હોય તો જ્યારે તે કોર્પોરેટર હશે ત્યારે શું કરતા હશે? આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવે જેથી એક દાખલો બેસે કે ધાક ધમકી આપી ખોટા કામ ના કરાવાય...!    લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.