ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જાહેર મંચ પરથી નેતાઓ પોતાનો બળાપો કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શાબ્દિક પ્રહારો ભાજપના નેતાઓ ભાજપ પાર્ટી માટે કરી રહ્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત શાબ્દિક પ્રહારો કર્યા છે અને શીખામણ આપનાર નેતાઓને ટોન્ટ માર્યો હોય તેવું લાગે છે...! ગઈકાલે નીતિન પટેલે કહ્યું “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...”
જાહેર મંચ પરથી નીતિન પટેલે કાર્યકર્તાઓને માર્યો ટોણો!
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણી પહેલા રાજકીય માહોલ પણ ગરમાતો હોય છે. અનેક નેતાઓ એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ કાંતો વિવાદ છેડાતો હોય છે કાંતો તેની ચર્ચા થતી હોય છે. જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ પોતાની પાર્ટીના નેતાઓને ટોન્ટ મારતા પણ દેખાય છે. શાબ્દિક પ્રહારો કરી નેતાઓ પોતાની વેદના ઠાલવતા હોય છે. ત્યારે ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની વેદના ઠાલવી હોય તેવું નિવેદન આપ્યું છે. જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ફરી એક વખત દેખાઈ આવે..!
"જેના ઘરમાં બૈરૂ પાણી નથી..." - નીતિન પટેલ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો, આગેવાનો હાજર રહ્યા હતા. નીતિન પટેલ પણ ત્યાં હાજર હતા. સંબોધન વખતે નીતિન પટેલે કહ્યું કે “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” મહત્વનું છે કે અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે.. હાલ ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે... ભાજપમાં ચાલતા આંતરિક ડખા એકબાદ એક ખુલ્લીને સામે આવી રહ્યા છે.