મહેસાણા ભાજપમાં બબાલો, આરોગ્ય મંત્રી સામે ચૂંટણી લડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:46:08

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપે વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કેટલાય કદાવર નેતાઓની ટિકિટો કપાઈ છે અંદરખાને આ નેતાઓ નારાજ પણ છે. આ વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજકારણનો માહોલ જામ્યો છે અહી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ રીતે ઊભા રહીને ચુંટણી લડવાના છે. અને વિપુલ ચૌધરી પણ વિસનગથી આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડશે તેવી રાજકીય અટકળો સામે આવી છે.

આમ તો વિસનગર પાટીદારોનો ગઢ કહેવાય છે મોટાભાગે અહીથી પાટીદાર ઉમેદવારની જીત થતી આવી છે. જો પૂર્વ જિલ્લા પ્રમુખ અપક્ષમાંથી ચુંટણી લડશે તો ભાજપ માટે અને ઋષિકેશ પટેલ માટે માથાનો દુખાવો બની શકે છે. આ વખતે વિસનગર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે

 

કોણ છે જશું પટેલ ?

જશું પટેલ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે તેઓ 1979થી રાજકારણમાં આવેલા છે તેઓ વિસનગર તાલુકા ભાજપના અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે ઘણી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે

 

ઉલ્લેખનીય છે કે જશું પટેલે આ વખતે વિસનગરથી દાવેદારી નોંધાવી હતી પણ ચાલુ ધારાસભ્ય અને સરકારના મંત્રીને ફરી ઉમેદવાર તરીકે રિપીટ કરાતા જશું ભાઈની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો જશું પટેલની ઈચ્છા હતી કે ઋષિકેશ પટેલ ઊંઝાથી ચુંટણી લડે અને ઋષિકેશ પટેલ પણ ઊંઝાથી જ ચુંટણી લડવા માંગતા હતા અને ઊંઝાથી દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાંડે ઋષિકેશ પટેલને વિસનગરથી ટિકિટ આપી છે..

 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.