Gujaratના પૂર્વ CM Vijay Rupaniનો કાફલો જતો હતો, લીંબડી પાસે પોલીસની ગાડીથી અકસ્માત થયો અને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-06 12:47:29

અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં મોટા બાપની ઓલાદ બેફામ રીતે ગાડી ચલાવતા હોય છે. કાયદાનો ડર જ ન હોય તેવી રીતે વાહનો રસ્તાઓ પર દોડાવતા હોય છે. બેફામ ગાડી ચલાવી લોકોના જીવનને જોખમમાં નબીરાઓ નાખતા હોય છે. અનેક વખત આવા સમાચારો સાંભળ્યા હશે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. 

મુખ્યમંત્રીના કાફલાએ દાદાને અડફેટે લીધા!

મંત્રીઓની સુરક્ષામાં પોલીસની અનેક ગાડીઓ ચાલતી હોય છે. મંત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્પીડમાં પણ ગાડીઓ હંકારવામાં આવે છે. ત્યારે લીંબડી હાઇવે ચોરણીયા ગામ પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે જે પેટ્રોલીંગ કરતી પોલીસની ગાડીઑ હોય એમાંની એક ગાડી પુરપાટ ઝડપે ચાલી રહી હતી અને રસ્તા પર એક દાદાને અડફેટે લીધા. દાદાના હાલચાલ જાણવા માટે વિજય રૂપાણી ગાડીમાંથી નીચે ઉતર્યા. 


સીએમની સુરક્ષામાં રાખેલી ગાડીએ સર્જ્યો અકસ્માત!

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યો જોઈને એક વાત તો સાબિત થાય છે કે નેતાઓ સાથે ચાલતી ગાડીયો હોય કે MLA,MP લખેલી ગાડીઓ હોય તમારા બાપા પૈસાદાર હોય તો તમને બેફામ ગાડી ચલાવવાનું લાઇસન્સ નથી મળી જતું. અને આ બધાની વચ્ચે સામાન્ય નાગરિકોને મરવાનો વારો આવે છે. તમે નેતા છો કે પછી એમની સિક્યોરીટીમાં ગાડી ચલાવો છો તો એનો મતલબ એ નથી કે તમે બેફામ ગાડી ચલાવશો! અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગાડી આગળ mp mlaની પ્લેટ લગાવેલી હોય અને એ અકસ્માત કરતાં હોય! 


ભાવનગરમાં સગીરે સર્જ્યો અકસ્માત!  

આ તો નેતાની વાત હતી, ગઈકાલે એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો હતો જેમાં 16 વર્ષના નબીરાએ પોતાના બર્થડે પર રોલો પાડવા અને કલર મારવા માટે સ્કોર્પિયો કાર ચલાવી અને લોકોને અડફેટે લીધા! એટલે રસ્તા પર રખડતાં ઢોર અને કૂતરા ન આવે તેેમજ નેતાઓ અને અમીર બાપની ઓલાદોથી સાવધાન રહો!



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..