પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-05 09:06:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ ચાલતી નકારાત્મક વાતોને લઈ તેમણે રાજીનામું આપી દીધું  હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધપુર બેઠક માટે તેઓ સેન્સ આપવા ગયા હતા. તેમની અને અશોક ગેહલોતની મુલાકાત બાદ અનેક અટકળોએ વહેતી થઈ હતી. નકારાત્મક વાતો શરૂ થતા તેમણે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના  CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક | TV9 Gujarati

થોડા સમય પહેલા અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત   

કોંગ્રેસનો પ્રચાર કરવા જ્યારે અશોક ગેહલોક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તેમણે ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો ઉભી થઈ કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ આ વાતનો વ્યાસે ઈન્કાર કર્યો. મુલાકાત અંગે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે નર્મદા પાણીના વ્યવસ્થાપનને લઈ તેમણે ગેહલોત સાથે મુલાકાત કરી હતી. 

In run up to assembly polls, AAP moves to reorganise J&K unit - Hindustan  Times


આપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું

જયનારાયણ વ્યાસે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જયનારાયણ વ્યાસને લઈ ચાલતા અટકળો પ્રમાણે તેઓ ટૂંક સમયમાં આપનો ખેસ ધારણ કરી શકે છે. હાલ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં આપમાં તેઓ જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ પાર્ટીમાં જાય છે કે નહિં તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે