Madhya Pradeshના પૂર્વ મુખ્યમંત્રી Kamalnath જોડાઈ શકે છે ભાજપમાં, અટકળો તેજ બની કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-02-17 16:32:16

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને છોડી જતા રહ્યા તો હવે મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. એવી અટકળો ચાલી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે કમલનાથના પુત્ર નકુલનાથે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસનો લોગો હટાવ્યો..

 

MP Politics:શું કલમનાથના સાંસદ પુત્ર પણ કોંગ્રેસ છોડશે? નકુલનાથે X પરથી પાર્ટીનો  હટાવ્યો લોગો

કમલનાથના પુત્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવ્યો કોંગ્રેસનો લોગો

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. એક તરફ ભાજપ પાર્ટી સંગઠિત થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં દરાર પડી રહી છે! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એક કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. બે પછી મહારાષ્ટ્ર હોય કે પછી કોઈ બીજુ રાજ્ય.. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં નવા જુની થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. નકુલનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે. એવી પણ માહિતી સામે આવી છે કે કમલનાથે પોતાનો કાર્યક્રમ કેન્સલ કરી દીધો છે.


મધ્યપ્રદેશનું ગરમાયું રાજકારણ 

ગમે ત્યારે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપે રણનીતિ બનાવવા માટે આજથી દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે કારણ કે એવી અટકળો તેજ બની છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમના પુત્ર સાથે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 



અટકળો તેજ બની કે ગમે ત્યારે કમલનાથ જોડાઈ શકે છે ભાજપમાં!

કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ દિલ્હી માટે પણ રવાના થઇ ગયા છે. મહત્વનું છે કે કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકા પડી રહ્યા છે. અટકળો વચ્ચે દિગ્વિજયસિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.  ત્યારે જોવું રહ્યું કે રાજકીય બજારમાં ચાલતી આ અટકળો સાચી પડે છે કે માત્ર અટકળો બનીને રહી જાય છે....     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.