મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણે કર્યા કૈસરિયા, પૂર્વ MLC અમર રાજુરકર પણ BJPમાં સામેલ


  • Published By :
  • Published Date : 2024-02-13 14:50:44

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા અશોક ચવ્હાણ આજે ભાજપમાં જોડાયા છે. અશોક ચવ્હાણ અને અમર રાજુરકરે પણ ભાજપનું સભ્યપદ લીધું છે. મંગળવારે બપોરે 12.30 વાગ્યે અશોક ચવ્હાણે ઔપચારિક રીતે ભાજપના મુંબઈ કાર્યાલયમાં ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ સમય દરમિયાન મહારાષ્ટ્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને ઔપચારિક રીતે પાર્ટીમાં સામેલ કર્યા હતા.


અશોક ચવ્હાણને રાજ્યસભામાં તક મળશે?


ભાજપ અશોક ચવ્હાણને રાજ્યસભામાં તક આપે તેવી શક્યતા છે. વાસ્તવમાં, રાજ્યસભાની ચૂંટણી માટે અરજી દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. આથી આ એન્ટ્રી કોઈ મોટા નેતાની હાજરીને બદલે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓની હાજરીમાં થઈ હતી. જો રાજકીય સૂત્રોનું માનીએ તો અશોક ચવ્હાણ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં પ્રવેશ કરવા માંગતા હતા. જો કે અશોક ચવ્હાણ આજે પાર્ટીમાં જોડાઈ ગયા છે.


નાંદેડમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગશે?


નાંદેડ જિલ્લામાં અશોક ચવ્હાણ એટલે કે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે કે અશોક ચવ્હાણનું સમીકરણ હતું. જો કે હવે શક્ય છે કે  અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવાથી નાંદેડ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વને અસર થાય.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે