સૌરાષ્ટ્રના રાજકારણનું મોટુ અને બહુ ચર્ચિત નામ એટલે મહિપતસિંગ જાડેજા. વહેલી સવારે પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના પીઢ અગ્રણી ગણાતા મહિપતસિંહ જાડેજાનું નિધન થઈ ગયું છે. સરકાર દ્વારા તેમને બારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ તે બાદ તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને ગોંડલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ખેડૂતોના પ્રશ્નોને અનેક વખત ઉઠાવ્યા છે. તેમના નિધન થવાને કારણે પરિવારમાં તેમજ ગોંડલના રીબડામાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.






.jpg)








