ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, ભારતના રેન્કિંગને ઝટકો, પાકિસ્તાન અને ચીન કયા ક્રમે?


  • Published By :
  • Published Date : 2024-02-19 15:59:36

જીઓપોલિટિક્સમાં કોઈ પણ દેશનો સોફ્ટ પાવર તેના પાસપોર્ટ પરથી જાણવા મળે છે. એક શક્તિશાળી પાસપોર્ટ નાગરિકોને વિઝા વગર જ દુનિયાભરના દેશોમાં યાત્રા કરવાની મંજુરી આપે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) 2024 દુનિયાભરના દેશોને તેના પાસપોર્ટની તાકાત પર રેંક આપે છે. વર્ષ 2024ની હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સની યાદી સામે આવી છે. વર્ષ 2024માં આ લિસ્ટમાં સૌથી ઉપર ફ્રાન્સ છે, ફ્રાન્સના પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર જ દુનિયાના 194 દેશોમાં જઈ શકો છો. 


ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતની સ્થિતી અંગે વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતનું ગત વર્ષની તુલનામાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પાસપોર્ટ એક ક્રમાંક નીચે આવી ગયો છે. હેનલેએ ભારતને 85મો રેંક આપ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 62 દેશોમાં વિઝા વગર જ જઈ શકશે.ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 106 નંબર પર, બાંગ્લાદેશ 102, માલદીવ 58માં સ્થાન પર છે. 


કયા દેશોનો પાસપોર્ટ છે શક્તિશાળી?

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ફ્રાન્સ જ નહીં પણ યુરોપના અન્ય દેશો જેવા કે જર્મની, ઈટલી, સ્પેન, જાપાન, અને સિંગાપુરના પાસપોર્ટ નંબર વન પર છે. તે જ પ્રકારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિડન બીજા ક્રમે છે, આ દેશોના લોકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. તે ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, લક્ઝમર્ગ અને બ્રિટનનો નંબર આવે છે. સુપર પાવર મનાતા અમેરિકા અને ચીન આ ક્રમાંકમાં અનુક્રમે 6 અને 64 પર છે. અમેરિકાના નાગરિકો વિશ્વના 189 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. 


આ 5 દેશોનું સૌથી ખરાબ રેન્કિંગ

સૌથી ખરાબ રેન્કિંગવાળા ટોપ 5 પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, પાકિસ્તાન અને યમનનો નંબર આવે છે.



માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..

થોડા દિવસ પહેલા કોળી સમાજને લઈ મંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે બાદ કોળી સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મંત્રીએ કોળી સમાજની માફી માગી છે. જોવું રહ્યું કે શું કોળી સમાજના લોકોનો ગુસ્સો શાંત થશે?