Gujaratમાં જામી ઠંડીની મોસમ! અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-07 13:15:04

શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝન હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો ઓછો લાગતો હતો પરંતુ ધીરે ધીરે ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડિસાનું તાપમાન 14.6 નોંધાયું હતું.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીનો અનુભવ આવનાર દિવસોમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું, ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં  18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી 3 દિવસ કાતિલ ઠંડી પડશે –  Gujaratmitra Daily Newspaper

આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનો પારો  

મહત્વનું છે કે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર પડી રહી છે. ગુજરાતનું તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહે છે. આવનાર દિવસોમાં આ તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં હાડ થિજવતી ઠંડી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી