કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપથી માંડીને કોંગ્રેસ અને JDS વચ્ચે જામી શકે છે જંગ


  • Published By :
  • Published Date : 2023-03-21 20:28:36

આ વર્ષને ચૂંટણીઓનું વર્ષ કહેવામાં આવી રહ્યું છે,કેમ કે આ વર્ષે 9 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ થવાની છે,તેમાંથી પૂર્વોત્તરના 3 રાજ્યોમાં તો ચૂંટણીઓ થઈ ચૂકી છે.આગામી રાજ્યોમાં દરેકની નજર જે રાજ્યની વિધાનસભા ચૂંટણી પર છે, તે રાજ્ય છે કર્ણાટક. અને આજે કર્ણાટકની રાજનિતી પર વાત કરવી છે. કર્ણાટક,દક્ષિણ ભારતનું એક માત્ર એવું રાજ્ય જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે,પણ તેને સત્તામાં જળવાઈ રહેવા માટે આ વખતે ઘણાં પડકારોનો સામનો કરવો પડશે. કેમ કે કોંગ્રેસ,JDS અને કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ સામે બીજેપીનો સીધો મુકાબલો છે, અને તેથી જ દરરોજ કર્ણાટકમાં રાજનૈતિક સમીકરણો બદવાઈ રહ્યાં છે, ત્યારે આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે આ પાર્ટીઓની રણનિતી શું હશે તે સમજીશું અને સમજીશું કર્ણાટકની રાજનીતિને. 


કર્ણાટકમાં વર્તમાન પરિસ્થિતિ શું છે?

હાલ કર્ણાટકમાં બીજેપીની સરકાર છે, અને તે સરકારના મુખ્યમંત્રી છે, બસવરાજ બોમ્મઈ, તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એસ.આર.બોમ્મઈના દિકરા છે. આ સિવાય કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી પણ ઘણી સક્રિય છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું આ ગૃહરાજ્ય છે, તેથી આ વર્ષે કોંગ્રેસ પણ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે પ્રબળ દાવેદાર ગણાય રહી છે. પણ આ વખતે રાહુલ ગાંધીના યાત્રામાં એક સાથે જોવા મળેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર વચ્ચે સંબંધો સારા નથી, તેવા સમાચારો સામે આવ્યાં છે, જે કોંગ્રેસ માટે ખતરો બની શકે છે.


આ ઉપરાંત ત્રીજી અને સૌથી મહત્વની પાર્ટી છે, દેશના પૂર્વ પ્રધાનમંત્રી h d deve gowdaની JDS (જનતા દળ સેક્યુલર),કે જે ગઠબંધન માટે પ્રખ્યાત છે, પણ આ વખતે પાર્ટીએ કહી દીધું છે,કે તેઓ ભાજપ કે કોંગ્રેસ કોઈની સાથે ગઠબંધન કરશે નહીં, તેથી જેડીએસ પાર્ટીનો આ નિર્ણય કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને વધુ રસપ્રદ બનાવી રહ્યો છે. 

ઉપરાંત ચોથી પાર્ટી છે, જે ભાજપમાંથી જ અલગ થઈને આવી છે, જેનું નામ છે...કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ, કે જે રેડ્ડી બ્રધર્સના નામથી વિખ્યાત એવા ત્રણ ભાઈઓમાંથી એક જનાર્દન રેડ્ડીએ ભાજપથી અલગ થઈને બનાવી છે.  જો કે તેના બીજા બે ભાઈઓ G.Somashekara Reddy અને G. Karunakara Reddy આજે પણ ભાજપના MLAs છે. આ ઉપરાંત રાજ્યમાં મુસ્લિમ લોકો પણ વધારે હોવાથી AIMIMના અધ્યક્ષ ઔવેસીએ કહ્યું છે કે તેઓ પણ કર્ણાટક વિધાનસભામાં તેમના ઉમેદવારોને ઉતારશે, જેથી આ વખતની રાજનીતિની રણનીતિ ઘડવી દરેક પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા સમાન બનવાનું છે. 

ટૂંકમાં સમજો કર્ણાટકમાં પળમાં બદલતી સત્તાને 

આ વર્ષની રાજનીતિની રણનીતિ સમજવા માટે આપણે નજીકના ભૂતકાળમાં જઈએ,કે જેનાથી સંક્ષિપ્તમાં કર્ણાટકની રાજનીતિને સમજી શકીશું. વર્ષ હતું નવેમ્બર 2021, કર્ણાટક વિધાનસભાની 2 મહત્વની સીટો માટે પેટાચૂંટણી યોજવામાં આવી હતી, તે બે સીટો હતી Hanagal & Sindagi, જેમાં હંગલની સીટ પર બીજેપીનું પ્રભુત્વ હતું અને સિંદગીમાં JDSનું, પણ જ્યારે આ પેટાચૂંટણીના પરિણામો આવ્યાં ત્યારે કર્ણાટકની રાજનીતિ એક નવો વળાંક લઈ રહી હતી, કેમ કે હંગલની એ સીટ કે જેમાં બીજેપીનો દબદબો હતો, તે સીટને કોંગ્રેસ જીતી હતી અને સિંદગીની એ સીટ જેની પર જેડીએસનો દબદબો હતો, તે સીટને બીજેપીએ જીતી લીધી હતી, બસ તો આ 2 સીટોની  પેટાચૂંટણીના પરિણામો દર્શાવતા હતા કે 224 વિધાનસભાની સીટો ધરાવતી કર્ણાટકની રાજનિતી ગમે ત્યારે બદલાઈ શકે છે અને આના ઉદાહરણ લોકોએ ભૂતકાળમાં જોયા છે.


વિધાનસભા ચૂંટણી 2023ને લઈને ભાજપ કેટલી તૈયાર છે? 

 સૌથી પહેલા વાત કરીએ હાલ સત્તામાં રહેલી બીજેપીની, તો બીજેપી માટે આવનારું આ ઈલેક્શન ઘણું મુશ્કેલ રહેવાનું છે, કેમ કે ભલે બીજેપી સત્તામાં હોય પણ તેની સામે પડકારો ઘણાં છે, જેમ કે સૌથી પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ કહી દીધું છે કે તેઓ હવે ચૂંટણી નહીં લડે , જે ભાજપ માટે મોટો પ્રશ્ન છે, પણ ભાજપ તેમની અધ્યક્ષતામાં જ ઈલેક્શન કેમ્પેઈન શરુ કરી શકે છે, કેમ કે હાલમાં જ પ્રધાનમંત્રી જ્યારે કર્ણાટક આવ્યાં હતા, ત્યારે એક સભા દરમ્યાન તેમણે ન તો સીએમ બસવરાજ બોમ્મઈ વિશે ઉલ્લેખ કર્યો હતો કે ન તો અન્ય નેતા વિશે,અને સભા દરમ્યાન પ્રધાનમંત્રી મોદી માત્ર યેદિયુરપ્પા સાથે ચર્ચાઓ કરતાં જોવા મળ્યાં હતાં, 

આમ, યેદિયુરપ્પા કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મહત્વનો રોલ પ્લે કરી શકે છે, અને ભાજપ તેમની પર ભરોસો દાખવી રહી છે, કેમ કે યેદિયુરપ્પા એક એવા નેતા છે, જેમણે સાઉથમાં બીજેપીને જીત અપાવી હતી, અને એટલું જ નહીં ભાજપનું યેદિયુરપ્પા પર ભરોસો મૂકવાનું વધુ એક કારણ એ છે કે તેઓ એક લિંગાયત નેતા છે, કર્ણાટકની રાજનિતીમાં પણ દરેક રાજ્યની જેમ જાતિ-સમુદાય મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે.


લિંગાયત અને વોકલિંગા - આ બંને કોમ્યુનિટી બની શકે છે ગેમચેન્જર

લિંગાયત કોમ્યુનિટીની વાત કરવામાં આવે તો એ કોઈ પણ પાર્ટી માટે ખૂબ મોટી વોટ બેન્ક છે, કેમ કે આખા કર્ણાટક રાજ્યની વસ્તીમાં 18 ટકા લોકો  લિંગાયત છે. અને આ કોમ્યુનિટીનો લગભગ 62 સીટો પર દબદબો રહ્યો છે, તેથી આ ઈલેક્શનમાં લિંગાયત કોઈ પણ પાર્ટી માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જો આ લિંગાયતની 62 સીટો પર વર્ષ 2018ના પરિણામોની વાત કરવામાં આવે તો બીજેપી 62 માંથી 40 સીટો જીતી હતી અને તેથી આ કોમ્યુનિટીને રીઝવવા માટે દરેક પાર્ટી મહેનત કરી રહી છે.

એક તરફ હાલના સીએમ બસવરાજ બોમ્મઈની આ કોમ્યુનિટી પર વધુ સારી પકડ નથી, અને બીજી તરફ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદથી હટાવ્યા બાદ લિંગાયત બીજેપીથી નારાજ છે, તેથી બીજેપી હાલ યેદિયુરપ્પાને આવનારી ચૂંટણીની કમાન સોંપી શકે છે, અને એટલે જ  બીજેપી હાલ લિંગાયત પર વધારે ધ્યાન આપી રહી છે,અને આ કારણે વધુ એક કોમ્યુનિટી વોકલિંગા કે જે સાઉથ કર્ણાટકમાં સ્થિત છે, એ કોમ્યુનિટી બીજેપીથી નારાજ છે. કેમ કે તેમનું માનવું છે કે બીજેપી વોકલિંગા કરતાં  લિંગાયતોનું વધારે ધ્યાન રાખી રહી છે,સામે લિંગાયત એ વાતથી નારાજ છે કે જો અમે બીજેપીને જીતાડ્યું અને ચૂંટણી જીત્યા પછી બીજેપીએ નોન-લિંગાયતી નેતાને મુખ્યમંત્રીનું પદ આપશે તો ? અને આ જ કારણોથી બીજેપી હાલ બંને કોમ્યુનિટીને સરખી રીતે લઈને ચાલી રહી છે, આ સિનારીઓ ગુજરાત જેવો જ છે, જેમ ગુજરાતમાં પાટીદારો મોટી વોટ બેન્ક છે, પણ સામે ઓબીસી પણ એટલાં જ મહત્વનાં છે, તે રીતે કર્ણાટકમાં લિંગાયત ભલે મોટી વોટ બેન્ક હોય પણ વોકલિંગા સમુદાય પણ એટલો જ મહત્વનો છે, અને ગુજરાત હોય કે કર્ણાટક બીજેપીની એ સ્ટ્રેટેજી રહી છે કે તે બધા લોકોને સાથે લઈને ચાલે છે અને દરેક કોમ્યુનિટીને એવું લાગે છે કે બીજેપી તેમને વધુ મહત્વ આપી રહી છે. તેથી આ જ કારણોસર બીજેપી માટે આ બંને વોટ બેન્ક બ્રમ્હાસ્ત્ર સાબિત થઈ શકે છે. 


BJP આ વખતે Plan 5Bને એક્શનમાં મૂકી રહી છે

આ ઉપરાંત, આ ચૂંટણી માટે બીજેપી Plan 5Bને પણ એક્શનમાં મૂકી રહી છે, શું છે એ પ્લાન 5 બી તે સમજીએ, તો પ્લાન 5બી એટલે બેંગ્લુરુ,બેલગામ,બાગલકોટ,બીદર અને બેલ્લારી...આ કર્ણાટકના મુખ્ય જિલ્લાઓ છે જે 224માંથી 72 જેટલી વિધાનસભા સીટો કવર કરે છે, અને 2018માં બીજેપીએ આ ક્ષેત્રોથી 30 સીટો પોતાને નામ કરી હતી અને જો આ વર્ષે આ આંકડો વધારવા માટે ભાજપ પ્લાન 5બી પર કામ કરી રહી છે.  


ભાજપની કર્ણાટકમાં પકડ કેટલી મજબૂત છે? 

જો કર્ણાટકની રાજનીતિમાં બીજેપીના ઈતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2008માં 110 સીટો જીતીને બીજેપીએ પહેલી વખત સરકાર બનાવી હતી, ત્યારબાદ 2013માં બીજેપી અસફળ રહી અને 2018માં ફરી 104 સીટો સાથે ફરી સરકાર બનાવી હતી, પરંતુ આ સત્તા બાદ બીજેપીએ 2 મુખ્યમંત્રી બદલવા પડ્યાં હતા, જે તેમના માટે આ વર્ષે મુશ્કેલી સર્જી શકે છે, અને એટલું જ નહીં જો કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન કરીને સરકાર બનાવે તો બીજેપી માટે એ ઘણું આકરું રહેવાનું છે. 

તેથી બધા નેતાઓને સાચવવાની જવાબદારી બીજેપી પર આવી ગઈ છે, કેમ કે યેદિરુપ્પાએ તો કહી દીધું છે કે જો તેમના દિકરા બી.વાય. વિજયેન્દ્ર કે જેઓ હાલ કર્ણાટકના રાજ્યમાં ભારતીય જનતા પાર્ટના વાઈસ પ્રેસિડેન્ડ છે, તેમને જો મોટું પદ નહીં આપે તો તેઓ પાર્ટીમાંથી બળવો કરી શકે છે અને બીજી તરફ રેડ્ડી બ્રધરના ખૂબ જ નજીક ગણાતા શ્રીરામુલુ કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ કે જે જનાર્દન રેડ્ડીની પાર્ટી છે, તેમાં જોડાઈ શકે છે.

અને તેથી, આ નેતાઓને ભાજપે ખૂબ જ સાચવવા પડશે. કેમ કે જો ભાજપ તેમની વાત નહીં માને તો તેને ખરાબ પરિણામો ભોગવવા પડે છે, અને ભાજપ તે ખરાબ પરિણામો ભોગવી પણ ચૂકી છે.વર્ષ 2013માં  ગેરકાયદેસર ખોદકામના આરોપોને લીધે જનાર્દને કે જેઓ પહેલા ભાજપમાં હતા, તેમને જેલમાં જવું પડ્યું હતુ અને યેદિરુપ્પાને રાજીનામું આપવું પડ્યું હતું, અને યેદિરુપ્પાએ પોતાની નવી પાર્ટી KJP એટલે કે કર્ણાટક જનતા પાર્ટી બનાવી હતી, અને આ કારણે જ બીજેપીને 70 સીટોનું નુકસાન ભોગવવું પડ્યું હતું, તેથી બીજેપી માટે આ ચૂંટણી લાગે એટલી સરળ રહેવાની નથી.

આ વખતે થયેલી ભારતજોડો યાત્રા કોંગ્રેસને કર્ણાટકમાં ફળશે કે નહીં? 

હવે વાત કરીએ કોંગ્રેસની તો હાલ રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રાને કર્ણાટકમાં બહોળો પ્રતિસાદ મળ્યો હતો, કર્ણાટકની કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ એટલે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર વચ્ચેની ખટાશ હોવા છતાં ભારતજોડો યાત્રામાં આ બંને નેતાઓ સાથે જોવા મળ્યાં હતા, એટલું જ નહીં કર્ણાટક એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું ગૃહરાજ્ય છે,અને તેઓ દલિત સમુદાયથી આવે છે, જેનું ઘણું ખરું પ્રભુત્વ આખા કર્ણાટકમાં જોવા મળી રહ્યું છે. અને તેથી કોંગ્રેસ જરાય એવું નહીં ઈચ્છે કે જેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને તેમના જ ગૃહરાજ્ય હિમાચલમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તેવી રીતે મલ્લિકાર્જુનને કર્ણાટકમાં હારનો સામનો કરવો પડે.

કેમ કે કોંગ્રેસ બાકીના રાજ્યમાં નબળું પ્રદર્શન કરી રહી છે, હાલમાં જ ગુજરાતમાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. અને આ વર્ષે થનારી ચૂંટણીઓમાં 5 રાજ્યોની ચૂંટણીઓ ઘણી મહત્વની રહેવાની છે, જેમાંથી એક કર્ણાટક છે. 


બીજા રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લીધે કોંગ્રેસને કર્ણાટકમાં કેટલો ફરક પડશે? 

આ સિવાય રાજસ્થાન,કે જ્યાં ભલે હાલ કોંગ્રેસનું શાસન હોય,પણ ગેહલોત vs.પાયલોટ અને ભાજપની મજબૂત રણનીતિને સામે રાજસ્થાનમાં કોંગ્રેસને ટકી રહેવું વધારે મુશ્કેલ છે અને આમ પણ રાજસ્થાનનો તો સ્વભાવ રહ્યો છે દર પાંચ વર્ષે સરકાર બદલવાનો, તેથી આ રાજ્યમાં કોંગ્રેસ કેવી રીતે ટકશે તે જોવાનું રહેશે, આ ઉપરાંત મધ્યપ્રદેશ કે જ્યાં ભાજપનું શાસન છે, ત્યાં પણ સત્તા પાછી મેળવવા માટે કોંગ્રેસે ઘણી મહેનત કરવી પડશે,2017માં જ માત્ર એક ક્વાર્ટર પછી,કમલનાથ સરકારને ઉથલાવી દેનાર શિવરાજ સિંહ ચૌહાણની સરકાર સામે કોંગ્રેસ કેવી રીતે સત્તા પાછી મેળવે છે તેના પર દરેકની નજર રહેવાની છે. આ ઉપરાંત છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સામે આ વર્ષે ભાજપ સીધા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોઈ પણ સીએમના ચેહરા વગર ચૂંટણી લડવાની છે, અને જીત બાદ નક્કી કરવામાં આવશે.હવે આવા પડકારો સામે છત્તીસગઢમાં કોંગ્રેસ તેની સત્તા કેવી રીતે જાળવી રાખે છે,તેના પર મોટા પ્રશ્નાર્થ છે, હવે આટલી ગંભીર સંભાવનાઓ વચ્ચે જો કોંગ્રેસ કર્ણાટકમાં હારી જાય છે, તો તેના અસ્તિત્વ પર મોટો જોખમ આવી શકે છે. 

જો કે કર્ણાટકમાં કોંગ્રેસની વાત કરવામાં આવે તો વર્ષ 2013માં કોંગ્રેસે સરકાર બનાવી હતી અને 2018માં ફરી તેની સત્તા ગુમાવી પડી હતી, તેથી ફરીથી કોંગ્રેસ તેની સત્તા પાછી મેળવશે કે કેમ તે જોવાનું રહેશે. પણ આ માટે કોંગ્રેસ તેની રણનીતિ બનાવી ચૂકી છે, કોંગ્રેસે એવી જાહેરાત કરી ચૂકી છે કે 50 ટકા સીટોની ટીકિટ નવા યુવા નેતાઓને આપશે, અને આ જ કારણે કોંગ્રેસના 68 ધારાસભ્યો એવા હશે કે જેઓ ઉંમરના કારણે આગામી ચૂંટણી નહીં લડી શકે, અને બીજા 60 ઉમેદવારો પણ એવા છે કે જેમની ઉંમરને લીધે તેમને ટિકીટ આપવી કે કેમ તેના પર સવાલો રહેવાના જ છે, જો કે જે સીટો પર બીજેપીના દિગ્ગજ નેતા છે, તેની સામે કોંગ્રેસ નવા ઉમેદવારોને ઉભા રાખશે તો ચોક્કસથી કાંટાની ટક્કર ત્યાં જોવા મળી શકે છે. 


JDS માટે આ વખતે ચૂંટણી જીતવી કેટલી મુશ્કેલ પડશે? 

આ સિવાય  દેશના પૂર્વ પ્રધાનમંત્રી h d deve gowdaએ બનાવેલી પાર્ટી JDS કે જે ગઠબંધન માટે પ્રખ્યાત છે, તેમણે ભલે કહી દીધું હોય કે  તેઓ આ વખતે કોઈની સાથે ગઠબંધન કરશે નહીં, પણ આ તો રાજનિતી છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. અને આ પાર્ટીમાં તો પરિવાર જ અંદરોદર વિખરાય ચૂક્યો છે, કેમ કે એક જ પરિવારમાં ઘણા દાવેદારો સામે આવી રહ્યાં છે. h d deve gowdaના બીજા દિકરા H. D. Revannavની પત્નિ ભવાની રેવન્ના એ પણ દાવેદારી દર્શાવી છે, તેથી h d deve gowdaના ઉત્તરાધિકારી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી H. D. Kumaraswamyને બીજેપી,કોંગ્રેસ અને રેડ્ડી બ્રધર્સ સામે તો ટકવાનું જ છે, પણ તેમના પરિવારને પણ એક જૂથ રાખવાનું કામ કરવાનું છે. 

મુખ્ય ત્રણ પાર્ટીઓ પર કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને AIMIMની કેટલી અસર રહેશે? 

આ સિવાય કલ્યાણ રાજ્ય પ્રગતિ પક્ષ અને AIMIM પણ મુખ્ય પાર્ટીઓના સમીકરણ બદલી શકે છે.અને આ કર્ણાટકમાં જોવા મળી રહેલો  ત્રિપાંખીઓ જંગ  કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ને વધુ રસપ્રદ બનાવી રહ્યો છે. હવે આ વિધાનસભા ચૂંટણીના પરિણામો શું આવે છે અને જનતા જનાર્દન કોને સત્તા સોંપે છે, તે સમય જ બતાવશે, પણ અનામતથી માંડીને,જાતિવાદ આ બધું જ કર્ણાટકની રાજનિતીનો આધારસ્તંભ બનીને ઉભરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટી બાજી મારે છે?



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.