બંગલામાં લાગી આગ ને પછી દિલ્હી હાઇકોર્ટના જજના ઘરેથી મળ્યો રૂપિયાનો ઢગલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 22:30:19

કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેમ જાય છે તો તે ન્યાય માંગવા જાય છે , આ ન્યાય કરે છે કોણ તો તે જજ કરે છે . સામાન્ય નાગરિકોને તેમની પાસેથી ન્યાયની આશા હોય છે . પણ જયારે ખબર પડે કે જજ પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે તો કેહવું જ શું. આવું જ દિલ્હી હાઈકોર્ટેના જજ યશવંત શર્મા સાથે થયું છે . જયારે તેમના ઘરમાં આગ લાગી ત્યારે તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવી  . તો આવો જાણીએ આખો મામલો છે શું? ૧૪મી માર્ચ હોળીની એ રાતે, લગભગ ૧૧:૩૦ વાગ્યે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે આગ લાગી . તે સમયે જસ્ટિસ વર્મા શહેરમાં હાજર નહોતા . ઘરે ખાલી તેમના માતા અને દીકરી જ હતા . પરિવારે ફાયર બ્રિગેડ અને પોલીસમાં ફોન કર્યો . પણ જયારે ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે માત્રામાં  કેશ મળી . આ ખબર સાંભળી સુપ્રીમકોર્ટનું કોલેજિયમ હરકતમાં આવી ગયું અને તેમની મૂળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરી દીધું . આ ટ્રાન્સફર કરવા માટેની કોલેજિયમે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી દીધી છે. જોકે કોલેજીયમના કેટલાક સદસ્યોનું માનવું છે કે , આવી ગંભીર ઘટના માટે માત્ર ટ્રાન્સફર યોગ્ય નથી . તેમની પર મહાભિયોગ ચાલવો જોઈએ . જોકે આ બાબતે , સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ સમગ્ર મામલે રિપોર્ટ આપવાનો  આદેશ આપી દીધો છે. 

Delhi HC judge with cash stash at home heaped praise on UPI

હવે તમને દિલ્હી હાઇકોર્ટના આ જસ્ટિસ યશવંત વર્માનો પરિચય આપી દઈએ. તેમનો જન્મ ૧૯૬૯માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો . તેમણે પોતાનું બીકોમ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી પૂરું કર્યું છે . આ પછી ૧૯૯૨માં તેઓ એડવોકેટ બન્યા . આ બાદ ૨૦૧૪ની સાલમાં પ્રથમ વખત અલ્હાબાદ હાઈકૉર્ટમાં એડિશનલ જજ બન્યા . આખરે જસ્ટિસ યશવંત વર્માની ૨૦૨૧માં દિલ્હી હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. હાલમાં તેઓ આ દિલ્હી હાઈકૉર્ટમાં સિનિયોરિટીના ક્રમમાં બીજા નંબરે છે. ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા જયારે તેમણે ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોંગ્રેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તેમણે નેટફ્લિક્સની સિરીઝ "ટ્રાયલ બાય ફાયર" ની રિલીઝનો આદેશ આપ્યો હતો .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે