હાર્દિક પટેલથી લઈને બાબુભાઈ સૌથી વધુ ઓલડેસ્ટ, બંને પટેલ!, પાર્ટીએ નવા ચહેરાને આપ્યો મોકો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 15:41:53


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે 1 ડિસેમ્બરે પહેલા તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે એકસાથે 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે પાટીદાર પર ભરોસાની ઉમેદવારી તરીકે યુવાશક્તિ અને વડીલના અનુભવનો સમન્વય કર્યો છે. જેમાં યુવા ઉમેદવારોમાં 29 થી લઈ 34 વર્ષના છે જેમાં હાર્દિક પટેલ સૌથી યુવા છે જેમને ટિકિટ મળી છે 


સૌથી યુવાન ઉમેદવાર હાર્દિક પટેલ !

ભાજપ દ્વારા નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 29 વર્ષના સૌથી યુવા ઉમેદવાર હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા નંબરે 30 વર્ષીય ડૉ પાયલ કુકરાણીને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપે જાહેર કરેલા ચહેરામાં યુવા ચહેરા નવા ચેહરા છે .


નવા ચેહરાઓને મળ્યું સ્થાન  

ગુજરાત વિધાનસભા  માટે ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આ નામોમાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી નો રિપીટ થિયરીનો ઉપયોગ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. 



વરિષ્ઠ ચહેરાને સ્થાન આપ્યું 

ભાજપે 182માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 91 ઉમેદવારની ઉંમર 46થી 60ની વચ્ચે છે. ભાજપે આ સાથે સિનિયર સિટિઝનોને પણ ટિકિટ આપી છે. 60થી વધુ ઉંમરના 48 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે.





પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...