હવેથી NCERT પુસ્તકોમાં ઈન્ડિયા નહીં પરંતુ ભારત લખાશે, નામ બદલવાના પ્રસ્તાવને પેનલે આપી મંજૂરી, ફરી રાજકારણ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-10-25 15:49:46

NCERT પુસ્તકોમાં હવે ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે તેવો નિર્ણય એનસીઈઆરટી પેનલ દ્વારા લેવામાં આવ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદની પેનલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીઆરટીસીની પુસ્તકોમાં ટૂંક સમયમાં એક બદલાવ જોવા મળવાનો છે. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દ જ ભણાવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં India નું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે.

NCERTની પુસ્તકોમાં હવે ઈન્ડિયા નહીં ભારત લખાશે

થોડા સમય પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી ઈન્ડિયાની જગ્યાએ પુસ્તકોમાં ભારત લખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ભારતને બદલે 'ભારત' શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી છે. પેનલના સભ્યોમાંના એક સીઆઈ ઈસાકના જણાવ્યા અનુસાર, પેનલના તમામ સભ્યોએ 'ઈન્ડિયા'ને બદલીને 'ભારત' કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દરખાસ્ત થોડા મહિનાઓ પહેલા મુકવામાં આવી હતી અને હવે જ્યારે દરખાસ્ત સ્વીકારવામાં આવી છે, ત્યારે નવા NCERT પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' છાપવામાં આવશે.

અનેક વખત ઈન્ડિયાની બદલીમાં લખાયું છે ભારત!

ભારત અને ઈન્ડિયા નામને લઈ જંગ છેડાઈ ગયો છે. જી-20 સમિટ વખતે ડિનર માટે મહેમાનોને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખાતા રાજકારણ ગરમાયું હતું. તે બાદ જ્યારે પીએમ મોદી વિદેશના પ્રવાસે ગયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ ભારત લખવામાં આવ્યું હતું. આ વાતોને લઈ રાજકારણ ગરમાયું હતું. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ ચર્ચાએ જોર  પકડ્યું હતું. ત્યારે હવે એનસીઆરટીસી પુસ્તકોમાં પણ ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે. ઈન્ડિયાની બદલીમાં ભારત પુસ્તકોમાં લખવામાં આવે તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પેનલ દ્વારા કરાયો છે. 

Bharat' on display as PM Modi addresses G20 Summit in Delhi - India Today

President of Bharat' on G20 invite triggers row; govt. sources dismiss talk  of name change in upcoming Parl. session as 'rubbish' - The Hindu



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.