વડાપ્રધાન મોદીના કાર્યક્રમો માટે કોર્પોરેટરો-હોદેદારો ઉંધા માથે, રાજકોટથી માંડી અમદાવાદ સુધી તૈયારીઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 08:36:39

વિધાનસભા ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓના હસ્તે અનેકવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુર્હુત કરાવવાનાં આયોજનો કર્યાં છે. આ બધા કાર્યક્રમોને સફળ બનાવવાની જવાબદારી કોર્પોરેટરો અને સંગઠનને શિરે આવી છે.

PM Narendra Modi's Flight Records Cannot Be Disclosed Under RTI Due To  Security Reasons: Air India

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. રાજકોટમાં ગુજરાતનાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સભામાં ભાજપના તમામ કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના અપાઇ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની જનપ્રતિનિધિ સભા ઉપરાંત 29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરવા આવવાના છે, તેના અનુસંધાને પણ મ્યુનિ., પ્રભારી અને શહેર પ્રમુખે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોને અભૂતપૂર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાની જવાબદારી સોંપી હતી, જેના માટે દરેક વોર્ડમાં બસ સહિતના વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.જો કે મ્યુનિ. ભાજપનાં સુત્રોના જણાવ્યા અનુસાર,નેશનલ ગેમ્સનાં ઉદ્દઘાટનમાં દેશભરમાંથી અને રાજ્યભરમાંથી ખેલાડીઓ, નાગરિકો, કાર્યકરો ઉમટી પડશે તે નિશ્ચિત છે. આ ઉદ્દઘાટન પ્રસંગે શંકર મહાદેવન જેવા સિંગરો સ્ટેડીયમ ગજવવાનાં છે તેથી તેમને સાંભળવા માટે યુવા વર્ગ મોટી સંખ્યામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.

30મીએ અમદાવાદ શહેર માટે અતિ મહત્વની જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે 30મીએ અમદાવાદ શહેર માટે અતિ મહત્વની જાહેર પરિવહન સેવા મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. થલતેજ સ્ટેશન ખાતે મેટ્રો રેલને લીલીઝંડી દર્શાવવાની સાથે વડાપ્રધાન મેટ્રો રેલમાં મુસાફરી કરશે તેવી શક્યતા છે અને ત્યારબાદ વડાપ્રધાન થલતેજ ટીવી ટાવર પાછળના મેદાનમાં સભાને સંબોધવાનાં છે. આ સભાને સફળ બનાવવા માટે શહેર સંગઠન અને કોર્પોરેટરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. દૂર દુરના વિસ્તારોનાં નાગરિકો માટે સિટીબસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી જે તે વોર્ડના સંગઠનનાં હોદેદારો તથા કોર્પોરેટરોને શિરે લાદવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે