Gujaratની 26 Loksabha બેઠકમાંથી આજે સમજો સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ગણિત, ભાજપે આમને બનાવ્યા છે ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-05 18:25:46

26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે અને માત્ર ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા. ઉમેદવારને ચૂંટણી લડવા માટે જ્યારે પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ત્યારે અનેક સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.. ત્યારે આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે... આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સનત મેહતા ચૂંટાતા અને કોળી સમાજના પહેલા ધારાસભ્ય સોમાભાઈ પટેલ એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા. 



સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા બેઠક 

જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 1996થી એક વાર કોંગ્રેસ અને એક વાર ભાજપના ખાતામાં ગઈ છે. પરંતુ 2014થી આ BJPનો ગઢ છે. 2014થી દેવજીભાઈ ફતેપરા, આ બાદ 2019માં મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા. હવે BJPએ સુરેન્દ્રનગર પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેઓ ચુંવાળિયા કોળી સમાજના છે જયારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકીટ આપી છે જે તળપદા કોળી સમાજના છે. આ લોકસભામાં સાત બેઠકો આવે છે. 7 વિધાનસભાઓ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠક બીજેપી દ્વારા જીતી લેવાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી, દલિત, પાટીદાર, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે.


ભાજપના ઉમેદવારોનો અનેક બેઠકો પર થયો વિરોધ

મહત્વનું છે કે અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પહેલા જાહેર કરવામાં આવ્યા હોય અને પછી તેને બદલવામાં આવ્યા હોય.. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...     




ભારત તેની જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ ઉપરાંત અન્ય હાઈડ્રોકાર્બન્સ જેમ કે, LPG અને અન્ય સંસાધનો બહારથી આયાત કરે છે. ગોવા ખાતે "ઇન્ડિયા એનર્જી વીક"ની ઉજવણી ચાલી રહી છે. જેમાં USના એક્ટિંગ કોન્સ્યુલ જનરલ માઈક સક્ર્યુડર દ્વારા ભારત અને US વચ્ચે ઉર્જા સહયોગને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત , બંને દેશોના ડેલિગેશન વચ્ચે ઉર્જા વ્યાપારના વધારા , આંતરમાળખાની મજબૂતી પર અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં બનેલી એક અત્યંત ગંભીર ઘટનાએ સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરમાં ચકચાર જગાવી છે. આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે આશ્રમના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ નાયકની ધરપકડ કરી છે.

આપણો પાડોસી દેશ ચાઈના જે હાલના સમયમાં સમગ્ર દુનિયામાં "મેન્યુફેક્ચરિંગ હબ" બનીને ઉભર્યું છે. પરંતુ , ત્યાં આજે પણ ત્યાં લોકતંત્ર નથી. ચાઈનામાં માત્ર એક જ રાજકીય પક્ષની સત્તા ચાલે છે તે છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના. CPC એટલેકે , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનું રાજ છેક ૧૯૪૯થી ચાલે છે. આજ કારણ છે ત્યાં ક્યારેય સત્તામાં પરિવર્તન આવતું નથી અને હવે સમાચાર એ પણ સામે આવ્યા છે , ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિરુદ્ધ સેનાના ટોચના જનરલ દ્વારા બળવો (Coup) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે , ચાઈનામાં હાલ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.