કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓ માટે સી. આર. પાટીલ મેદાનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-08 13:08:57

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે.  આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .

CR Patil wants to win all 26 Gujarat LS seats by '5 lakh margin'. BJP  betting big on page committees

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક પર પેટાચૂંટણી માટે ૧૯મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તો બેઉ બેઠકોને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આવતીકાલે એટલેકે , સોમવારના રોજ સી આર પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે . સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે , બપોરે અઢી વાગે સી આર પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે. કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સી આર પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે . થોડાક સમય પેહલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આ પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે , વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થી ૧૬૩ કરવાનું છે . આ માટે તમારો સાથે માંગવા આવ્યો છું . આ પછી સી આર પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા . 

BJP's CR Patil Wins By 6.89 Lakh Votes, Biggest Margin In 2019 Election

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જયારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખુબ જ મહત્વની છે . કેમ કે , વિસાવદર બેઠક ભાજપ ૨૦૦૭ પછી જીતી નથી શકી . તો હવે એતો ૨૩મી જૂન પરિણામોના દિવસે ખબર પડશે કે , ભાજપનું સંખ્યાબળ ૧૬૧થી વધે છે કે પછી ત્યાંનું ત્યાંજ રહે છે. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.