1991માં વડોદરા લોકસભા સીટથી ભાજપે સીતા (દીપિકા ચિખલિયા)ને મેદાન ઉતારી, બદલ્યું સીટોનું ગણીત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:17:35

સમયાંતરે ગુજરાતમાં રાજકારણના અલગ અલગ રંગ જોવા મળે છે. સત્તા પર આવવા અથવા તો પોતાના ઉમેદવારને જીત અપાવવા ભારતીય જનતા પાર્ટી સામ, દામ.દંડ ભેદનો ઉપયોગ કરવામાં માહેર છે. આ વાત બધા જાણે છે. હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે વાત આજે 1990માં ભાજપે કરેલી કુટનીતિની કરવી છે. 1991માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાવાની હતી. ત્યારે આ ચૂંટણીમાં વડોદરામાં ભાજપના ઉમેદવારને લોકોનું સમર્થન મળે તે માટે પાર્ટીમાં મનોમંથન થયું હતું. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. દીપિકાની છબી સીતા તરીકે પ્રખ્યાત હતી તે માટે તેમને સંપૂર્ણ જનસમર્થન મળ્યું હતું. પહેલી વાર રાજકારણમાં પગ મૂકનાર દીપિકાને 1991માં 49.98 ટકા વોટ મળ્યા હતા. 

आज से नामांकन शुरू लेकिन भाजपा नहीं ढूंढ पाई चार उम्मीदवारों के नाम, संगठन  पर उठे सवाल

મનોમંથન બાદ ભાજપે વડોદરા બેઠક માટે કરી દીપિકાની પસંદગી  

આ વાત છે 1990 માર્ચની.જ્યારે ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જનતા દળે ભાજપના સમર્થન દ્વારા સરકાર ઘડી હતી. પરંતુ તે વખતે રામ મંદિર માટે થનાર આંદોલને વેગ પકડ્યો હતો. જેને કારણે ભાજપના અનેક મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ સરકાર પડી જતા તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. સત્તા પરથી ભાજપ વિપક્ષમાં આવી ગઈ હતી. ત્યારે 1991માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું એ ભાજપ માટે મોટો પડકાર હતો. વડોદરા લોકસભા પરથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તે માટે પાર્ટીમાં અનેક વખત ચર્ચાઓ થઈ. નલિન ભટ્ટના નામ પર પાર્ટી વિચારણા કરી રહી હતી. પરંતુ સારૂ જનસમર્થન મળે તેવા ઉમેદવારની તલાશમાં પાર્ટી હતી. 

Deepika Chikhalia Wiki, Age, Husband, Family, Biography & More

લાલ કૃષ્ણ અડવાણી તેમજ નરેન્દ્ર મોદીની હાજરીમાં ભર્યું હતું ફોર્મ

ચર્ચા વિચારણા થયા બાદ વડોદરા લોકસભા બેઠક માટે એકદમ લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. આ લોકપ્રિય ઉમેદવાર હતા રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા. દીપિકા પોલિટિક્સમાં આવવાનું વિચારી જ રહી હતી. તેમને પંચમહાલથી ચૂંટણી લડવી હતી પરંતુ ભાજપે તેમને વડોદરા ખાતેથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. દીપિકાએ ભાજપના વરિષ્ઠ નેતા એવા લાલ કૃષ્ણ અડવાણી તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. જ્યારે પણ દીપિકા પ્રચાર માટે આવતા હતા ત્યારે લોકો તેમને સીતા સમજી પગે પડતા હતા. તેમને ભારે જન સમર્થન મળ્યું હતું. 

Ramayan's Sita aka Dipika Chikhalia's photo with PM Modi goes viral

દીપિકાને કારણે વડોદરામાં કમળ ખીલ્યું હતું 

ભાજપના આવા માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસને ઘણું નુકસાન થયું હતું. કોંગ્રેસે વડોદરાથી રણજિત સિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ દીપિકાની લોકચાહનાને કારણે બે વખત સાંસદ રહી ચૂકેલા રણજિત સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં પહેલી વખત દીપિકાને કારણે કમળ ખીલ્યું હતું, જે બાદ વડોદરા ભાજપનું ગઢ બની ગયું હતું. જ્યારે પ્રથમ વખત દીપિકા ચિખલિયા સાંસદ બન્યા તે વખતે તેઓ માત્ર 26 વર્ષના હતા. દીપિકાની લોકપ્રિયતાને કારણે ભાજપને ઘણો માટો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.                      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.