G20 Summit: PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું કર્યું ઉષ્માભેર સ્વાગત, બંને નેતા વચ્ચે 45 મિનિટ સુધી ચાલી બેઠક


  • Published By :
  • Published Date : 2023-09-08 22:36:48

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની ઉષ્મા ફરી એકવાર G-20 સમિટની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. G-20 સમેલનમાં ભાગ લેવા માટે બિડેન શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેમની અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બિડેન દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાનના સત્તાવાર આવાસ પર પહોંચ્યા જ્યાં PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બિડેન જેવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડા શુભેચ્છા શબ્દોનું આદાન-પ્રદાન કર્યું હતું.


  45 મિનિટ સુધી ચાલી બેઠક


નવી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બંને દેશોના વડાઓ વચ્ચે કુલ પિસ્તાળીસ મિનિટ સુધી દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. વડાપ્રધાન મોદી અને જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં બંને દેશોના સાત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ જો બાઇડન મૌર્ય હોટલ જવા રવાના થયા હતા. સાંજે સાત વાગ્યે દિલ્હી ઉતર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને દ્વિપક્ષીય બેઠક કરી.


પીએમ મોદીએ કર્યું ટ્વીટ


બેઠક અને વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે અમારી બેઠક ફળદાયી રહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જો બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે