Surendranagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ ગાડી ઘૂસી જતા થયા ત્રણ લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 12:10:54

અકસ્માત... આ શબ્દ સાંભળીને જ અનેક લોકોની કંપારી છૂટી જાય છે. લોકોના મનમાં ડર લાગવા લાગે છે. અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો તો થયો છે કારણ કે પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે જેમાં ઘટનાસ્થળ પર જ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી જેમાં કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ કે કારમાં બેઠેલા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ડમ્પરની અંદર કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો છે. 

News18 Gujarati

માતા પિતા અને બાળકનું અકસ્માતમાં થયું મૃત્યુ 

સુરેન્દ્રનગરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે. મુળી સરા રોડ પર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી ડમ્પરની પાછળ ઘૂસી ગઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં જે લોકો મોતને ભેટ્યા છે તે મોરબીના વતની હતા તેવી માહિતી સામે આવી છે. ડમ્પરની પાછળ ગાડી ઘૂસી જતા પતિ-પત્ની અને બાળકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

News18 Gujarati

કોઈના બેદરકારીની સજા કોઈને ભોગવવી પડે છે!

મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. સામે વાળાની ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે છે. અનેક કિસ્સાઓ એવા છે જેમાં મૃતકની કોઈ પણ ભૂલ નથી હોતું પરંતુ તેનું મોત થઈ જતું હોય છે. ઓવરસ્પીડિંગને કારણે, રોંગ સાઈડમાં આવવાને કારણે અનેક વખત એક્સિડન્ટ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાના જીવનથી હાથ ગુમાવો પડે છે.    

News18 Gujarati



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.