ગાંધીધામ: રૂ. 2 કરોડ ભરેલી કેશ વાન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા, શખ્સ વાન લઈ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:05

કચ્છની ઔદ્યોગિક રાજધાની ગાંધીધામ શહેર આર્થિક મોરચે હંમેશા આગળ રહે છે. બંદર સાથે જોડાયેલા આ સિટી-કોમ્પ્લેક્સમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે, પરંતુ શુક્રવારે સવારે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંકની પાસે બનેલી ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગાંધીધામ શહેરના બેંકિંગ સર્કલ પાસે આવેલી એક જાણીતી સરકારી બેંકમાંથી અંદાજે રૂ.2 કરોડ અચાનક ગુમ થઈ ગયા હતા.બેંકમાંથી કરોડોની રોકડ ભરેલ વાહન ગુમ હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે બે કરોડની કિંમતની આ કાર એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હતી અને થોડીવારમાં પછીથી મળી આવી હતી. બેંકના એક કર્મચારીએ જણાવ્યું કે આજે સવારે ચા પીવા માટે બેંકના ATMની બહાર કેશ વેન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ 2 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન લઈને ભાગી ગયો હતો.


આરોપી વાન મુકીને ફરાર


કેશ વાન ગાયબ થવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાઈ જવાના ડરથી આરોપી કેશ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે. સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે વાહન ગાયબ થવાની માહિતી મળતાં જ પોલીસે સતર્કતા દાખવી કેશ વાનનો પીછો કરીને ગણતરીની મિનિટોમાં જ કેશ વાન પરત મેળવી લીધી હતી. પરંતુ કેશ વાન લઈને ભાગી રહેલા આરોપી પોલીસને જોઈને વાહન છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ કેશ વાનની ચોરી કરી નાસી છૂટેલા આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે