તમારી સમસ્યાઓ માટે CMOમાં કરી શકશો ફરિયાદ, જાહેર કરાયો વ્હોટ્સએપ નંબર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:41:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકાર લોક કલ્યાણના કાર્યોને લઈ એક્સનમાં આવી છે. લોકોની તેમની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે વ્હોટ્સ એપ નંબરની જાહેરાત કરી છે. 


શા માટે વ્હોટ્સ એપ નંબર?


રાજ્યના લોકોને સરકારી વિભાગોમાં તેમના કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેમના ગામ અને શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, સરકારી યોજનાના લાભો મેળવવામાં ભારે મુસિબતો સહન કરવી પડે છે. રાજ્ય સરકારને પણ લોકોની આવી ફરિયાદો મળી હતી. લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાજય સરકારે ખાસ વ્હોટ્સ એપ નંબર જાહેર કર્યો છે આ નંબરના માધ્યમથી લોકો તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી શકશે. સરકાર પણ આ નંબર મળેલી ફરિયાદોના નિવારણ માટે ખાસ પ્રસાસો કરશે. 


CMOએ જાહેર કર્યો નંબર


ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણના હેતુથી વ્હોટ્સએપ +917030930344 ની જાહેરાત કરી છે. લોકો આ +917030930344 વ્હોટ્સએપ નંબર પરથી તેમની ફરિયાદો નોંધાવી શકશે. મુખ્યમંત્રી  ઓફિસના અધિતારીઓ આ નંબર મારફતે મળેલી ફરિયાદો ના સત્વરે ઉકેલ માટે પ્રયત્ન કરશે. સમસ્યાના સમાધાન માટે સીએમઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન પણ સાધશે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.