Gandhinagar : શિક્ષણ સચિવ મળ્યા TET-TATના ઉમેદવારોને! સારા સમાચાર આપવાની ખાતરી આપી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-12 09:43:37

ગુજરાતના ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે કે જ્ઞાન સહાયક યોજના રદ્દ થાય અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર દ્વારા જ્ઞાનસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના ભરોસે ચાલે છે. વિદ્યાર્થીઓ વધે છે પરંતુ શિક્ષકો ઘટે છે. 

વિરોધ કરી રહેલા ઉમેદવારોને મળ્યા શિક્ષણ સચીવ!

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો. ગાંધીનગર ખાતે આંદોલન કરવા માટે ગયા પરંતુ તેમની સાથે થયેલો વ્યવહાર આપણે જાણીએ છીએ. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષણ સચિવ વિનોદ રાવને મળ્યા હતા. ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક ભરતીની માંગ સાથે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે રજૂઆત કરવા પહોંચ્યા હતા.આટલા સમયના આંદોલન અને વિરોધ બાદ શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉમેદવારોને મળ્યા હતા. 



ઉમેદવારોને શિક્ષણ સચિવ તરફથી મળ્યો પોઝિટિવ રિસ્પોન્સ 

ઉમેદવારોનું કહેવું છે કે શિક્ષણ સચિવે અમને સારી રીતે સાંભળ્યા હતા અને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો. અને સારા સમાચાર આપવાની સાંત્વના પણ આપી હતી. જે સારા સમાચારની ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર તેમને ટૂંક સમયમાં મળશે તેવું શિક્ષણ સચિવનું કહેવું છે. બાકી તો શિક્ષણ સચિવ ઉમેદવારોને મળ્યા એ મહત્વનું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે