Gandhinagar GIFT City : Gujarat સરકારના નિર્ણયને લઈ આવી Isudan Gadhvi અને Shaktisinh Gohilની પ્રતિક્રિયા.. સાંભળો શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-23 12:18:53

ગુજરાતમાં ગઈકાલથી એક ચર્ચા થઈ રહી છે. સરકારે અચાનક લીધેલા નિર્ણયની. રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સીટીમાં દારૂની છૂટ આપી છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા આવી છે. 

આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય!

એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તેની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરાકર દ્વારા ગાંધીનગરમાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. અને લીકર પરમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFTસિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 

ઈસુદાન ગઢવી તેમજ શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા 

આ નિર્ણય બાદ સરકારના નિર્ણય પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ નિર્ણયને લઈ કોંગ્રેસના પ્રદેશ શક્તિસિંહ ગોહિલે વખોડ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીને પાછલા બારણે છૂટ કરી દેવાની પેરવી જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે એનાથી હું વ્યતિત છું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં દારૂ પીવાની છૂટ. કોઈ માણસ દારૂ પીને પકડાય અને કહી દે કે હું તો ગિફ્ટ સીટીમાંથી આવું છું એટલે છુટ... આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ભાજપ સરકારે ન માત્ર ગાંધીજીનું પરંતુ તમામ ગુજરાતી લોકોનું અપમાન કર્યું છે.  


સરકારે આલોચના માટે તૈયાર રહેવું પડશે.! 

મહત્વનું છે કે આ નિર્ણય બાદ ગુજરાતીઓને જો દારૂ પીવો હશે તો બીજા રાજ્યોમાં નહીં જવું પડે. ગાંધીનગરમાં જ દારૂની વ્યવસ્થા મળી જશે. આ નિર્ણયને કારણે બુટલેગરોમાં ડર વ્યાપી ઉઠ્યો હશે તેવું લાગે છે! મહત્વનું છે આ નિર્ણય Practical છે પણ સરકારે આલોચના માટે પણ તૈયાર રહેવું પડશે કેમ કે પોતાના જ નેતાઓના ચૂંટણી સમયના જૂના નિવેદનો!, જેણે જેણે Practical થવાની વાત કરી એને ગાંધીના ગુજરાતના વિરોધી કહેલા છે એટલે રાજનીતિક બબાલોને બાજુ પર મૂકીએ અને દંભ બાજુએ મૂકીએ તો Global થવા માટે Global સ્વીકાર્યતા પણ જોઈએ એટલે નિર્ણય જરૂરી હતો.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..