કુમળી વયે શરૂ થયેલો પ્રેમસંબંધ અત્યારે આ પરિણામ લાવ્યો!


  • Published By :
  • Published Date : 2023-06-01 21:16:45

આજની ક્રાઇમસ્ટોરીમાં મારે તમને વાત કરવી છે ગાંધીનગરની એક ઘટનાની.. જેમાં 6 વર્ષ પહેલા બાલિશ વયે ટીનએજમાં શરૂ થયેલો પ્રેમસંબંધ એક યુવતીની બરબાદીનું કારણ બન્યો.. આપણે સૌ એક વાત વર્ષોથી માનતા આવ્યા છે.. કે પોતાનો પહેલો પ્રેમ કોઇ ક્યારેય ભૂલી ન શકે.. પહેલો પ્રેમ તો આજીવન યાદ રહે તેવો અનુભવ હોય છે.. અને મોટાભાગે લોકો પહેલો પ્રેમ અનુભવે છે ક્યારે? જ્યારે બાળપણ હાથતાળી દઇને છુટી રહ્યું હોય છે.. જ્યારે માબાપ ધીમે ધીમે જવાબદારીઓ આપતા થાય છે.. જ્યારે કશુક ન સમજાય એવું મહેસૂસ થવા લાગે છે.. રોમેન્ટિક ફિલ્મો જોવાનું વધું મન થાય છે.. પ્રણયકથાઓ વાંચવાનું મન થાય છે.. આ અવસ્થાને કહે છે ટીનએજ. કિશોરાવસ્થા.. કે જેમાં આપણને એવું લાગે છે કે આપણે જે અનુભવીએ છીએ એને જ પ્રેમ કહેવાય..  દરેક વ્યક્તિએ તેની કિશોરાવસ્થામાં કોઇને કોઇ તબક્કે આ લાગણીઓ અનુભવી જ હશે.. આપણી આજની વાર્તામાં જે યુવતી છે.. તેણે પણ આ જ વિચાર્યું હતું.. તેને પણ લાગતું હતું કે તે જે છોકરાને પ્રેમ કરે છે.. તેની સાથે જ તે આખી જીંદગી વિતાવશે.. પણ તેને ખબર ન હતી કે તેની જીંદગીમાં જે આ યુવક છે.. તે જ આગળ જતા તેનું જીવવાનું મુશ્કેલ કરી દેશે.. 


આ યુવતી જ્યારે બારમા ધોરણમાં ભણતી હોય છે ત્યારે તેને તેની સાથે ભણતા એક છોકરા સાથે પરિચય થાય છે.. બંને દરરોજે સ્કૂલમાં એકબીજાને મળતા હોય એટલે પરિચય દોસ્તીમાં ફેરવાય છે.. અને દોસ્તી પછી પ્રેમસંબંધમાં પરિણમે છે..  ટીનએજમાં શરૂ થયેલો આ પ્રેમસંબંધ પછી ઘણા વર્ષો સુધી ચાલે છે..કારકિર્દી બનાવવાની ઉંમરમાં પણ યુવતી આ યુવકના પ્રેમમાં એટલી હદે ગળાડૂબ હોય છે કે તે આ યુવકને પોતાનું શરીર પણ સોંપી દે છે.. યુવતી તેની સાથે ઘર વસાવવાના સપના જોવા માંડે છે.. અને યુવક પણ તેને કહે છે કે આપણે લગ્ન કરી લઇશું .. બંને એકબીજા સાથે ફરવા પણ જાય છે.. 


આ યુવક જ્યારે તેની નજીક આવતો હોય છે ત્યારે યુવતીના ટોપલેસ ફોટો પણ તેણે પાડી લીધા હોય છે.. યુવતી જ્યારે તેને રોકે છે ત્યારે તે સામે ખાતરી આપે છે  કે આપણે જીંદગી એકબીજા સાથે જ વિતાવવાની છે તો પછી શું કામ ચિંતા કરે છે..  જો કે દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે.. અને આ સંબંધમાં પણ કોઇને કોઇ દિવસ એ થવાનું જ  હતું. . થોડા વર્ષો બધુ બરાબર ચાલ્યા બાદ  યુવતીને ખબર પડે છે કે તેના પ્રેમીના જીવનમાં ફક્ત તે નથી..  બીજી પણ ઘણી યુવતીઓ છે જેની સાથે તે પ્રણયલીલા રચાવે છે.. આખરે તેનો ભાંડો ફૂટે છે.. અને આ યુવતી તેની સાથેના તમામ સંબંધો તોડી નાખે છે.. પોતાનો પ્રેમી શારીરિક સંબંધો રાખી લગ્ન કરવાના વાયદાઓ કરી છેતરપિંડી કરી હોવાનું ભાન થતા જ તે આઘાતમાં આવી જાય છે.. પરંતુ તેને યાદ આવે છે કે યુવક પાસે તેના ન્યુડ ફોટો અને વીડિયો છે..


યુવતી આ ફોટો અને વીડિયો ડિલિટ કરવા આ યુવકને કહે છે..પણ યુવકને માટે તો જાણે આ બ્લેકમેઇલિંગનું હથિયાર બની ગયું છે.. યુવતીના જેટલા વીડિયો તેની પાસે હોય છે.. તે તમામનો સાધન તરીકે ઉપયોગ કરે છે.. અને યુવતીને ધમકી આપે છે કે હું તારા લગ્ન ક્યાંય પણ નહિ થવા દઉં અને જો થાય તો તારી જીંદગી ખરાબ કરી નાખીશ.. યુવતી સતત એક ડર એક  બીકમાં જીવે છે.. તે એટલી હદે હતાશ થઇ જાય છે કે આબરુ જવાની બીકે પોલીસ ફરિયાદ પણ કરી શકતી નથી.. તેના ઘરમાં પણ કોઇને આ વાતની જાણ નથી જે ખૂબ સ્વાભાવિક વાત છે.. એટલે ઘરમાં પણ કોઇનો સપોર્ટ નહિ.. તેને સમજાતું નથી કે આગળ શું કરવું..  યુવતીના પરિવારજનો તેનું એક છોકરા સાથે સગપણ ગોઠવી દે છે.. પરિવારના દબાણ સામે ઝુકીને આ યુવતી સગાઇ તો કરી લે છે.. પરંતુ  તેને હજુ પણ પેલા બ્લેકમેઇલીંગનો ડર  છે.. જો કે સમય જતા બધુ શાંત પડે છે.. 


યુવતી તેના મંગેતર અને તેના પરિવાર સાથે ધીમે ધીમે સેટ થઇ રહી છે.. તેણે કદાચ તેની સગાઇના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યા હશે જેને કારણે તેના પૂર્વ પ્રેમી સુધી તેની સગાઇની વાત પહોંચી જાય છે.. યુવતીનો પૂર્વ પ્રેમી જે તેને ન્યુડ ફોટો અને વીડિયોના નામે ધમકાવતો હતો તે હવે સીધો તેના મંગેતર પાસે પહોંચી જાય છે.. અને યુવતીની સગાઇ તૂટી જાય છે.. અને આટલું ઓછું હોય તેમ તે યુવતીના માતાપિતા, તેના સગાવહાલા તેના દોસ્તો તમામને ન્યૂડ ફોટા મોકલી દે છે..  કુમળીવયે કોઇની સાથે બાંધેલો પ્રેમસંબંધ અત્યારે જીંદગીના આ તબક્કે આ રીતે હેરાન કરશે એ તો આ યુવતીએ ક્યારેય વિચાર્યું નહી હોય.. પરંતુ વાસ્તવિકતા તેની સામે હતી.. તેને જેનો ડર હતો તે તેની સાથે થઇને રહ્યું.. તેને જેની બીક હતી તે જ ઘટના તેની સાથે ઘટી.. આ ઘટના બાદ યુવતી માનસિક રીતે ભાંગી પડે છે.. પરંતુ હિંમત  ભેગી કરીને તે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવે છે.. સાયબર ક્રાઇમે યુવતીની ફરિયાદ લઇને યુવકને પકડવા તપાસ હાથ ધરી છે.. 


 અત્યારે લગભગ દરરોજ કોઇને કોઇ ઘટના આપણી સામે આવી રહી છે જેમાં પ્રેમસંબંધમાં કરૂણ વળાંક લઇ લે છે.. અને કોઇને કોઇ પ્રકારની ગુનાહિત પ્રવૃતિની સાથે તેનો અંત થાય છે.. પણ સવાલો એ થાય કે આ બધી ઘટનાઓ બનવાનું કારણ શું? જો આ પ્રકારે સંબંધો નેગેટિવ રૂપ જ લઇ લેતા હોય તો શું માણસે લાગણીઓ રાખવાનું જ છોડી દેવું? ક્યારેય કોઇને પ્રેમ ન કરવો? કે કોઇની પણ સાથે સંબંધો ન રાખવા? શું એ જ ઉપાય  છે? રાજધાની દિલ્લીમાં જે ઘટના બની તેનો દાખલો આપણા સૌની સામે જ છે..  આ પ્રકારની ઘટનાઓમાં સંજોગો ભલે અલગ અલગ હોય પરંતુ પરિણામ નકારાત્મક જ કેમ આવે.. એક દેખીતું કારણ સમજાય એવું છે કે પ્રેમ કરવો પણ પ્રેમમાં અંધ ક્યારેય ન બનવું.. વિશ્વાસ મુકવો પણ એ વિશ્વાસની હદ નક્કી કરવી..


 કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે પણ આંધળા પ્રેમની પણ એક સરહદ હોય છે.. અને એ સરહદ નક્કી કરવાનું આપણા જ હાથમાં છે..એક એવી સરહદ કે જે આપણા માટે એક કવચનું કામ કરે.. જેમાં આપણી સલામતિ જળવાઇ રહે... એક બાઉન્ડ્રી રાખવી જેને કહીએ તે.. જેમકે આ ઘટનામાં યુવતીએ ખૂબ વિશ્વાસ રાખીને પોતાના શરીર પરનો હક તેના પ્રેમીને આપ્યો હતો.. પરંતુ છેવટે તેના પ્રેમીએ તેની સાથે વિશ્વાસઘાત કર્યો.. યુવક જ્યારે તેની ન્યૂડ તસવીરો લઇ રહ્યો હતો.. ત્યારે જ તેણે તેને અટકાવી દેવાનો હતો પણ યુવક પ્રત્યેના મોહને કારણે તે એવું કરી ન શકી.. અને છેવટે જીંદગી બરબાદ થતી જોતી રહી.. 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...