Gandhinagar: સત્યાગ્રહ છાવણીમાં શિક્ષકો- સરકારી કર્મચારીઓનું આંદોલન, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દાઓને લઈ સરકાર સામે નોંધાવ્યો વિરોધ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-12 12:45:59

ગુજરાતના પાટનગરમાં આજે પડતર માગણીઓને લઈ સરકારી કર્મચારીઓેએ વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનના ભાગરૂપે હજારોની સંખ્યામાં સરકારી કર્મચારી અને શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી આવી પહોંચ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલા વચનોને કર્મચારીઓએ લોલીપોપ ગણાવ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શિત કરવા માટે અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો હતો. ભગવા વસ્ત્રો ધારણ કરી આંદોલન કરવા માટે શિક્ષકો તેમજ સરકારી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા.

 



સરકારને આપી દીધું અલ્ટિમેટમ!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનૈતિક માહોલ ગરમાઈ રહ્યો છે. સરકાર પર પ્રેશર લાવવા માટે, સરકારને ઘેરવા માટે સરકારી કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આજે જૂની પેન્શન યોજના. ફિક્સ પગાર પ્રથા રદ્દ કરવા સહિતના પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શનનું આયોજન ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ આવ્યા હતા. સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ ના આવતા અંતે કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. આંદોલન માટે આવેલા કર્મચારીઓએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે તેમના દ્વારા. અલગ અલગ રીતે પોતાની માગ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. 



પડતરની માગણીઓ અંગે વાત કરીએ તો.... 

સરકાર સામે બાંયો ચઢાવીને બેઠેલા સરકારી કર્મચારીઓની માગ છે કે તમામ કર્મચારીઓ માટે OPS એટલે કે જૂની પેન્શન યોજના લાગુ કરાય, સરકાર સાથે થયેલા સમાધાન મુજબ ૧-૪-૨૦૦૫ પહેલાના નિયુક્ત શિક્ષક અને કર્મચારીઓનો OPSમાં સમાવેશ કરવામાં આવે , સાતમા પગારપંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ આપવામાં આવે , જુના શિક્ષકોની ભરતીના નિયમોને બદલવામાં આવે , નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને ૩૦૦ રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. 

તે સિવાય કોન્ટ્રાક્ટ-ફિક્સ પગાર બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવી , પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને ૨૨-૪-૨૦૨૨ ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરવો , ૧૯૯૭થી અત્યારસુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો , HTAT મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા આ સાથે તેમની અન્ય માંગો પણ છે .




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.