આંદોલનનો દોર !!!!!
આજે ગાંધીનગરમાં વિવિધ આંદોલન થઈ રહ્યા છે. સવારથી ગાંધીનગર વિધાનસભા આગળ આંદોલનનો માહોલ છે, ત્યારે માજી સૈનિકો જે પોતાની 14 જેટલી માગને લઈને કેટલાય સમયથી આંદોલન કરી રહ્યા છે. આજે તેમના સમર્થનમાં પોલીસ પરિવાર પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં પોલીસે તેમને રોકવા પોલીસનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. માજી સૈનિકોએ વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો. માજી સૈનકો સાથે lLRDનું પણ આંદોલન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે.
LRD મહિલા ઉમેદવાર કેમ કરી રહ્યા છે આંદોલન ?
હાથમાં બેનર લઈને નીકળેલા LRD વેઈટિંગ લિસ્ટના મહિલા ઉમેદવારોમાં રોષ છે કે બાહેંધરી પ્રમાણે તેમને નિમણૂક નથી મળી. વેઈટિંગ લિસ્ટના 20 ટકા ઉમેદવારોને નિમણૂક આપવાની બાંહેધરી આપી હતી. પણ વેઈટિંગ લિસ્ટમાંથી માત્ર 118 પુરૂષ અને 101 મહિલાને જ નિમણૂક અપાઇ છે. ખુશ કરવા માટે માત્ર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું પણ નિમણૂક હજુ નથી થઇ.
                            
                            





.jpg)







                                                
                                            
