ગોંડલ - મોડી રાત્રે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની પોલીસે કરી ધરપકડ, સવારે માહિતી સામે આવી કે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-06 10:56:35

ગોંડલના  પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા જયરાજસિંહ જાડેજા ફરી એકવાર ચર્ચામાં થોડા દિવસો પહેલા આવ્યા હતા... તેમના દિકરા ગણેશ જાડેજાએ દાદાગીરી દેખાડી હતી... જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના દિકરા ગણેશે એક દલિત યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, જેના કારણે FIR નોંધાઈ. એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ અને આ મામલે એક મોટી અપડેટ સામે આવી છે કે ગઈકાલ રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી...

પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ થઈ અને...

થોડા દિવસોથી ગણેશ જાડેજાની ચર્ચાઓ થઈ રહી હતી... દલિત યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી હતી.. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ થઈ.. પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઉઠ્યા.. જીગ્નેશ મેવાણી દ્વારા આ મામલે આકરૂં વલણ અપનાવવામાં આવ્યું હતું.. જો આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે સમાચાર સામે આવ્યા કે પોલીસે ગણેશ જાડેજાની ધરપકડ કરી લીધી છે..


આ કેસની તપાસ કરી રહેલા અધિકારી અચાનક ઉતરી ગયા રજા પર!

ગણેશ જાડેજા વિરૂદ્ધ જ્યારથી ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. વિવિધ ટીમો બનાવી ગણેશ જાડેજા ક્યાં છે તેની તપાસ કરાઈ રહી હતી. મોડી રાત્રે ગણેશ જાડેજા ક્યાં છે તેની જાણ થઈ અને પોલીસે તેની ધરપકડ કરી લીધી. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે.. મળી રહેલા સમાચાર મુજબ આ કેસની તપાસ કરી રહેલા SC/ST સેલના DYSP જે.કે.ઝાલા અચાનક રજા પર ઉતરી ગયા છે. હવે સમગ્ર કેસની તપાસ DYSP હિતેશ ધાંધલ્યા કરશે.    


જીગ્નેશ મેવાણીએ ઉચ્ચારી હતી આંદોલન કરવાની ચિમકી 

મહત્વનું છે કે આ મામલે ગઈકાલે જ એમએલએ જીગ્નેશ મેવાણીએ ચીમકી આપી હતી કે ઉગ્ર આંદોલન કરીશું. રાજ્યમાં નવું કોઈ આંદોલન ઉભું ના થઈ જાય તે માટે, તેની પ્રેશરમાં આવીને પોલીસે આ પગલું ભર્યું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. મોડી રાત્રે ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી અને તે બાદ અચાનક  જૂનાગઢ પોલીસના SC/ST સેલના DYSP જે.કે.ઝાલા રજા પર ઉતર્યાએ ઘણા સવાલો ઊભા કરે છે.. ખેર આગળ આ કેસમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું.. તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો...  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે