નોટો પર ગણેશ અને લક્ષ્મીની તસવીરનો વિવાદ વકર્યો, કોંગ્રેસના નેતા સલમાન સોઝે પણ કરી આ માગ


  • Published By :
  • Published Date : 2022-10-26 15:46:27

ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી નજીક હોવાથી રાજકારણીઓ હિંદુ મત મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે કેજરીવાલે તો માસ્ટર સ્ટ્રોક મારતા ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશજીની તસ્વીર રાખવાની પ્રધાનમંત્રી મોદી સમક્ષ માંગ કરી છે. કેજરીવાલની આ માગ બાદ તમામ રાજકિય પક્ષોના નેતાઓ ટ્વીટરના માધ્યમથી પોતાના અભિપ્રાયો આપી રહ્યા છે.


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે પણ કર્યું ટ્વીટ


કોંગ્રેસના નેતા સલમાન અનીસ સોઝે ટ્વીટ કરતા કહ્યું કે પ્રિય અરવિંદ કેજરીવાલ જો લક્ષ્મી અને ગણેશ સમૃધ્ધી લાવી શકે છે, તો અમે વધુ સમૃધ્ધી માટે અલ્લાહ, જીસસ, ગુરૂ નાનક, બુદ્ધ અને મહાવીરનો પણ સમાવેશ કરવો જોઈએ.


શું કહ્યું  હતું કેજરીવાલે?


અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રધાનમંત્રી મોદી સમક્ષ દેશની ચલણી નોટ પર ભગવાન ગણેશ અને લક્ષ્મીની તસ્વીર છાપવાની અપીલ કરી હતી, કેજરીવાલે સૂચન કર્યું કે "નવી નોટો પર એક તરફ મહાત્મા ગાધી તો બીજી તરફ ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર છાપી શકાય છે. તેમણે દાવો પણ કર્યો કે જો આપણી સાથે દેવી-દેવતાના આશિર્વાદ નથી તો અનેક પ્રયત્નો  કરવા છતાં પણ આપણે સફળ થઈ શકીશું નહીં, હું પ્રધાનમંત્રી મોદીને આપણી  તમામ કરન્સી નોટો પર ભગવાન ગણેશ અને લક્ષ્મીનું ચિત્ર પ્રકાશિત કરવાની અપીલ કરૂ છું.'   


કેજરીવાલે તેમના દાવાને મજબુત બનાવતા ઈન્ડોનેશિયાનું દ્રષ્ટાત આપ્યું હતું, તેમણે કહ્યું કે ''ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે અને તેની કરન્સી નોટ પર ભગવાન ગણેશની તસ્વીર છે, તેમણે સવાલ કર્યો કે જો ઈન્ડોનેશિયા આવું કરી શકે છે તો આપણે કેમ નહીં? ચલણી નોટો પર આ બંને ચિત્ર પ્રકાશિત કરી શકાય છે.''



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે