કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-10-24 16:23:08

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારને લઈ કોંગ્રેસ અને ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઈશારો આપ્યો છે જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાભરના વજાપૂર ગામે રોડના ખાતમૂહુર્તના પ્રસંગે ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે વાતોવાતોમાં ઉમેદાવારોના નામ માટે ઈશારો આપી દીધો  હતો. તેમના કહેવા પ્રમાણે રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી માટે કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે.

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

પાર્ટી નામ જાહેર કરે તે પહેલા ગેનીબેને કર્યો દાવો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપે અથવા કોંગ્રેસમાંથી કોઈ પણ પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા. ઉમેદવારોના નામ અંગે બંને પાર્ટીમાં વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 2 ઉમેદવારોને ટિકિટ મળી શકે છે તેવા સંકેતો આપ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાધનપૂરથી રઘુભાઈ રબારી ચૂંટણી લડશે જ્યારે ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે. 

Pradesh Congress president Jagdish Thakore threatened the police at a  public meeting - પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જનસભામાં પોલીસને ધમકી  આપી – News18 Gujarati

હાઈકમાન્ડ ઉમેદવારના નામ પર લગાડશે મોહર

કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા ગેનીબેન ઠાકોરના આવા દાવાથી ગુજરાતમાં રાજકારણ ગરમાઈ ગયું છે. કોંગ્રેસની સ્ક્રીંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 25 તારીખે જગદીશ ઠાકોર અને સુખરામ રાવઠા દિલ્હી જશે જે બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારને જાહેર કરશે. હાઈકમાન્ડ નામ પર મોહર લગાડશે તે બાદ ઉમેદવારોના નામ જાહેર થશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે