ગેસનો બાટલો હવે સસ્તો થશે! જાણો કેબિનેટ બેઠકમાં આ અંગે શું લેવાયો નિર્ણય?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-04 16:13:40

મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જીવન જરૂરી ચીજ વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ત્યારે મોદી કેબિનેટે આજે ફરી એક વખત મોટો નિર્ણય લીધો છે.  મોદી સરકારે આજે મહત્વનમાં નિર્ણય લેતા LPG સિલિન્ડરનામાં ભાવમાં લોકોને મોટી રાહત આપી છે. આજે મોદી સરકારની કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે. થોડા સમય પહેલા મહિલાઓને રક્ષાબંધન તેમજ ઓણમની ભેટ આપવામાં આવી હતી. તે વખતે 200 રૂપિયા ઘટાડવાની ઘોષણા કરી હતી ત્યારે આજે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી સબસિડીમાં વધારો કરાયો છે. 

600 રુપિયામાં મળશે ગેસ સિલિન્ડર!

આ વર્ષે દેશના અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તેમજ આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. મોંઘવારી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. ચૂંટણીમાં એક મોટો મુદ્દો છે મોંઘવારીનો.  ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં મહત્વનો પૂર્ણ નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગેસ સિલિન્ડરમાં 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત પેહલા કરાઈ હતી જ્યારે હવે તે વધારીને 300 રૂપિયા કરી દેવામાં આવી છે. ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થિઓને ગેસ સિલેન્ડર 600 રૂપિયામાં મળશે.  



ઉજ્જવળા યોજના હેઠળ 300 રુપિયાની આપવામાં આવશે સબસિડી  

કેબિનેટ મિટીંગ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. અમે રક્ષાબંધન અને ઓણમના અવસર પર એલપીજી સિલિન્ડરમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ કિંમત 1100 રૂપિયાથી ઘટીને 900 રૂપિયા થઈ ગઈ છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 700 રૂપિયામાં ગેસ મળવા લાગ્યો. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની બહેનોને હવે 300 રૂપિયાની સબસિડી મળશે. એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 600 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. 


ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..