5 રાજ્યોમાં Election પૂર્ણ થતાં વધ્યા Gas Cylinderના ભાવ! જાણો કેટલાનો ભાવ વધારો ઝિંકાયો?


  • Published By :
  • Published Date : 2023-12-01 10:57:30

ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરાતો હોય છે. ચૂંટણી સમયે કરવામાં આવતા ભાવ ઘટાડાને સામાન્ય રીતે ઈલેક્શન ઈમ્પેક્ટ કહેવાય છે. ચૂંટણીને લઈ જ્યારે લોકો ચર્ચા કરે છે ત્યારે ગેસ સિલિન્ડરની વાતો કરતા હોય છે. ચર્ચામાં લોકો એવું પણ કહેતા સંભળાય છે કે જોજો ઈલેક્શન પૂર્ણ થશેને તો પછી ફરીથી ભાવ વધારો કરી દેવામાં આવશે. આ વાત આજે પૂરવાર થઈ છે. પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો છે. 21 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા છે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના. 

LPG Price: LPG Gas Cylinder Prices Released Just Before Budget 2023, Know  What Is The Price | LPG Price: બજેટ 2023 પહેલા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો  થઈ જાહેર, જાણો કેટલો છે ભાવ

ચૂંટણી આવતા ભાવમાં ઘટાડો કરાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતા...  

પાંચ રાજ્યોમાં ગઈકાલે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. તેલંગાણા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. માત્ર પરિણામની રાહ જોવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ગેસ સિલિન્ડરમાં ભાવ ઘટાડો કરવામાં આવતો હોય છે. મતદાતાઓને રિઝવવા માટે ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરવામાં આવતા હોય છે. ગેસ સિલિન્ડર ઓછા ભાવમાં આપવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરીથી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ જાય છે. મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે પરિણામની રાહ જોવામાં આવી રહી છે. 

LPG Price Hike: મોંઘવારીની વધુ એક થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ફરી વધ્યા ભાવ,  જાણો લેટેસ્ટ કિંમત


ક્યાં કેટલા પૈસા ચૂકવવા પડશે? 

આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 19 કિલોના કોર્મશિયલ ગેસ સિલિન્ડરમાં  કરાયો છે. રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1796.50 રૂપિયા આજથી ચૂકવવા પડશે. ગઈકાલ સુધી એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી. એક જ દિવસમાં 21 રૂપિયાનો વધારો કરાયો છે. કોલકાતામાં 1908, મુંબઈમાં રૂ. 1749.00 તથા ચેન્નઈમાં રૂ. 1968.50 થઈ ચૂકી છે. મહત્વની વાત એ છે કે ઘરેલું એલપીજીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જે ભાવ ગયા મહિને ગેસ સિલિન્ડર માટે ચૂકવવા પડતા હતા તે જ કિંમત યથાવત રાખવામાં આવી છે. ન તો કોઈ રાહત મળી છે ન તો ભાવમાં વધારો કરાયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે