ગૌતમ સિંઘાનિયાની પત્નીનો ગંભીર આરોપ, " મારો પતિ મને અને મારી પુત્રી સાથે મારપીટ કરતો હતો"


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-21 20:38:50

અબજોપતિ બિઝનેસમેન અને રેમન્ડ ગ્રુપના બોસ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા વચ્ચેના છૂટાછેડાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે નવાઝે સિંઘાનિયાની લગભગ 11,000 કરોડ રૂપિયાની સંપત્તિમાં 75 ટકા હિસ્સો પોતાના અને તેમની બે પુત્રીઓ નિહારિકા-નિસા માટે માંગ્યો છે. હવે માત્ર એક દિવસ બાદ તેણે મારપીટ કરાવાનો ગંભીર આરોપો લગાવ્યો છે.


લાત અને મુક્કા મારવાનો આરોપ


મીડિયા રિપોર્ટ મુજબ નવાઝ મોદીએ રેમન્ડના માલિક ગૌતમ સિંઘાનિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે ગૌતમ સિંઘાનિયાએ તેને અને તેની પુત્રીને નિર્દયતાથી લાતો અને મુક્કા માર્યા હતા. તેનો દાવો છે કે સિંઘાનિયાએ તેને અને તેની સગીર પુત્રી નિહારિકાને લગભગ 15 મિનિટ સુધી માર માર્યો હતો.


જન્મદિવસની પાર્ટીમાં આશ્ચર્યજનક હુમલો


નવાઝ મોદીએ કહ્યું કે 9 સપ્ટેમ્બરના રોજ ગૌતમના જન્મદિવસની પાર્ટી પછી સવારના 5 વાગ્યા હતા ત્યારે હું અને મારી બંને પુત્રીઓ પણ કેટલાક મિત્રો સાથે હાજર હતા. તેણે અચાનક હુમલો કર્યો અને ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. હું માત્ર કલ્પના કરી શકતી હતી કે તે બંદૂક અથવા કોઈ હથિયાર લેવા ગયો હતો. નવાઝે કહ્યું કે તે તેની પુત્રીને બીજા રૂમમાં ખેંચીને લઈ ગઈ અને પછી તેની પીઠને સહારો આપવા માટે  ટુવાલ લેવા ચાલી ગઈ હતી.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.