ગીતિકા શર્મા સુસાઇડ કેસનો 11 વર્ષે આવ્યો ચુકાદો, મખ્ય આરોપી હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડા મુક્ત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:28:31

વર્ષ 2012માં દેશભરમાં ચકચાર મચાવી દેનારા ગીતિકા શર્મા સુસાઇડ કેસમાં દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટનો ફેંસલો આવી ગયો છે. આ મામલે કોર્ટે કેસના મુખ્ય આરોપી હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના મેનેજર મેનેજર અરુણા ચઢ્ઢાને મુક્ત કર્યા છે. એર હોસ્ટેશ ગીતિકા શર્માને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા મામલે હરિયાણા પૂર્વ મંત્રી ગોપાલ કાંડા અને તેમના સહયોગી મેનેજર અરુણા ચઢ્ઢા સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે લગભગ 11 વર્ષ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે એર હોસ્ટેસ ગીતિકા શર્માના પરિવારે આરોપ લગાવ્યો હતો કે 5 ઓગસ્ટ 2012ના રોજ તેમની પુત્રીને દિલ્હીના અશોક વિહાર સ્થિત પોતાના ફ્લેટમાં સુસાઇડ કરી લીધું હતું. કારણ કે પૂર્વ મંત્રી ગોપાલ કાંડાએ ગીતિકા પર ખૂબ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.


સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ લગાવ્યો હતો આરોપ

 

રાઉજ એવેન્યૂ કોર્ટના વિશેષ ન્યાયાધીશ વિકાસ ઢુલે આ મામલે સહ આરોપી અરુણા ચઢ્ઢાને પણ મુક્ત કર્યા હતા. અને કહ્યું હતું. ફરિયાદી પક્ષ દરેક દરેક ઉચિત શંકાથી પરે આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. ગીતિકા શર્મા ગોપાલ કાંડાની MDLR એરલાયન્સની પૂર્વ એર હોસ્ટેટ હતી. જે બાદમાં તેમની એક કંપનીમાં ડાયરેક્ટરના રૂપમાં પ્રમોટ કરામાં આવી હતી. 5 ઓગસ્ટ 2012ના રોજ દિલ્હીમાં તેના અચાનક જ મોતથી ચકચાર મચી ગઈ હતી. 4 ઓગસ્ટે પોતાની સુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ 46 વર્ષીય ગોપાલ કાંડા અને એક અન્ય વ્યક્તિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ ગોપાલ કાંડાએ કહ્યું કે મારી સામે કોઈ પુરાવા ન્હોતા. મારા વિરુદ્ધમાં આ મામલો બનાવવામાં આવ્યો હતો. આજે કોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.


સુસાઇડ નોટમાં શું હતું?


મૃતક ગીતિકા શર્માએ સુસાઇડ પહેલા  2 પાનાની એક નોટ લખી હતી. જેમાં ગોપાલ કાંડા પર જાતિય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગીતિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આજે મેં પોતાની જાતને ખતમ કરી રહી છું. કારણ કે હું અંદરથી તૂટી ગઈ છું. મારો વિશ્વાસ તૂટી ગયો છે. મારી સાથે વિશ્વાસઘાત થયો છે. મારા મોત માટે ગોપાલ કાંડા અને અરુણા ચઢ્ઢા જવાબદાર છે. બંનેએ મારા વિશ્વાસને તોડી અને પોતાના ફાયદા માટે મારો ઉપયોગ કર્યો છે.


શું છે સમગ્ર મામલો?


5 ઓગસ્ટ 2012 ના રોજ, 23 વર્ષીય ગીતિકાએ ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં તેના ઘરમાં છતના પંખા નીચે લટકીને આત્મહત્યા કરી. પોલીસને ગીતિકા પાસેથી 2 પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે ગોપાલ કાંડા અને તેનો એક કર્મચારી તેને હેરાન કરે છે, તેથી તે આત્મહત્યા કરી રહી છે. આગળ સુસાઇડ નોટમાં ગીતિકાએ લખ્યું છે કે 'મેં મારા જીવનમાં ગોપાલ કાંડા જેવો બેશરમ વ્યક્તિ ક્યારેય જોયો નથી, તે હંમેશા જૂઠું બોલે છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .