માલધારી બાદ કોળી સમાજનું મહાસંમેલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:51:06

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર પર દબાણ વધારવા અનેક સમાજ આગળ આવી રહ્યા છે. માલધારી સમાજ બાદ કોળી સમાજે સરકાર વિરૂદ્ધ બાંયો ચઠાવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જસદણ તાલુકામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાતા રાજકારણ ગરમાયું છે.

કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા.


અમારા સમાજની 10 માગણી પર સરકાર ધ્યાન આપે - કોળી સમાજ

જસદણ કોળી સમાજના પ્રમુખે કહ્યું કે અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગામમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેને વધારામાં આવે. સરકાર અમારી 9 પડતર માગણી પર ધ્યાન આપે તેવી રજૂઆત કરવામાં આવશે.સરકાર તેમની માગને તાત્કાલિક સ્વીકારે તેવી માગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે સંમેલનમાં સમાજના તમામ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ અને ભોળા ગોહિલ બંન્નેને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓ કેમ હાજર રહ્યા નહીં તે પ્રશ્ન છે.

Kunvarji Bavaliya Suspended From All India Koli Samaj Before Gujarat  Assembly Elections | વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાંથી કુંવરજી  બાવળીયાને સસ્પેન્ડ કરાયા, જાણો કુંવરજીએ ...


વાંકાનેરના AAPના નેતા વિક્રમ સોરાણી રહ્યા હતા ઉપસ્થિત

વિક્રમ સોરાણીએ જણાવ્યું હતું કે, આ સંમેલન અમારા સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવા થયું છે, બીજું અમારા સમાજની નવ માગણી પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી માગ કરવામાં આવી હતી.  

 

સરકારની ચિંતામાં થતો વધારો 

એક તરફ સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ આંદોલનો કરી રહ્યા છે તો બીજી તરફ અનેક સમાજો મહાસંમેલન કરી પોતાનું શક્તિ પ્રદર્શન કરી સરકારને ઝૂકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. માલધારી સમાજની અનેક માગ સ્વીકારાતા કોળી સમાજ પણ આંદોલનના માર્ગે આગળ વધી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે