Geniben Thakor હવે સંસદમાં, સંસદમાં આજથી સત્રનો પ્રારંભ, બનાસકાંઠાના સાંસદ તરીકે કરી હતી જીત હાંસલ, જુઓ શપથનો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 18:12:50

ગુજરાતમાં ભાજપ પાસે 26માંથી 26 બેઠકો હતી. આ વખતે ભાજપના  ઉમેદવાર પાંચ લાખની લીડ સાથે જીતશે તેવી વાતો ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવતી, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26એ 26 બેઠક જીતશે તેવા દાવો કરવામાં આવ્યા હતા પરંતુ એક બેઠક ભાજપના હાથમાંથી જતી રહી. બનાસકાંઠામાં ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા. આજે ગેનીબેન ઠાકોરે સાંસદ તરીકેના શપથ લીધા હતા...     

બનાસકાંઠા લોકસભા બેઠક પર થઈ ગેનીબેન ઠાકોરની જીત 

ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે.. રાજકીય લેબોરેટરી ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ગુજરાતમાં અનેક રાજકીય પ્રયોગો કરવામાં આવ્યા છે. કોઈ પણ રાજ્યમાં કોઈ બદલાવ કરવો હોય તો તેમનું implementation ગુજરાતમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 25 બેઠકો પર જીત હાંસલ કરી છે.. બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. આજે સંસદનું પ્રથમ સત્ર હતું. આજે સાંસદોએ શપથ લીધા હતા. ગેનીબેન ઠાકોરે પણ સાંસદ તરીકેના શપથ લીધા.  


સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે લીધા શપથ

ગુજરાતમાં અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. ઉમેદવારોએ ટફ ફાઈટ આપી હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ તેમજ વલસાડ બેઠક એવી હતી જ્યાં કોણ જીતશે તેની પર સવાલ હતો. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ ડો.રેખાબેન ચૌધરીને ટિકીટ આપી જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી.. ગેનીબેન ઠાકોરે બનાસની બેન તરીકે પોતાની છાપ ઉભી કરી જ્યારે રેખાબેન ચૌધરીએ બનાસની દીકરી તરીકે પોતાને પ્રસ્થાપિત કરી. ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી. ત્યારે આજે સાંસદ તરીકે ગેનીબેન ઠાકોરે શપથ લીધા છે. વિધાનસભામાં દેખાતા ગેનીબેન હવે સંસદમાં દેખાશે..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે