Loksabha ચૂંટણી જીત્યા બાદ Geniben Thakor Delhi પહોંચ્યા, Sonia Gandhi સાથે મુલાકાતમાં શું ચર્ચા કરી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-10 17:13:56

ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં આ વખતે કોંગ્રેસે લોકસભાની એક બેઠક જીતીને ભાજપના નેતાઓને ઉંઘતા ઝડપી લીધા છે.... કોંગ્રેસના નેતા મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે.... અને દિલ્હી દરબારમાં ગેનીબેન ઠાકોરના વધામણાં થયા છે... બનાસનીબેન ગેનીબેન દિલ્હી પહોંચ્યા હતા... 

ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા દિલ્હી

ગુજરાતમાં લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં એકપણ બેઠક ન જીતી શકેલી કોંગ્રેસને 2024માં એક બેઠક ગેનીબેન ઠાકોરે અપાવી છે. બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ ગેનીબેન ઠાકોર દિલ્હી પહોંચ્યા હતા...  દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.... ગુજરાતમાં ભાજપનું સતત ત્રીજીવાર 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનું સપનું હતું. ભાજપે 25 બેઠકો તો જીતી લીધી પરંતુ, બનાસકાંઠા બેઠક જીતી ન શકી. 


કોંગ્રેસના તમામ નેતાઓએ ગેનીબેનને પાઠવ્યા અભિનંદન

બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 30 હજાર કરતા વધુ મતે હાર આપી ગેનીબેન દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ ગેનીબેન ઠાકોરને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગેનીબેન સાથે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા પણ જોવા મળ્યા હતા.... અહીંયા સુધી ગેનીબેન પહોંચ્યા તેના પાછળના કારણો બહુ જ રસપ્રદ છે...,એ પણ જાણી લઈએ... 



વાવથી ગેનીબેન ઠાકોરને મળ્યા સૌથી ઓછા મત!

ગેનીબેન ઠાકોર જે રીતે ચૂંટણી લડ્યાં છે વિશ્લેષણ હજુ પણ થઈ રહ્યાં છે ...ગેનીબેન વાવથી કોંગ્રેસના ધારાસભ્ય હતા... પણ જો કોઈને એવુ લાગતુ હોય કે ગેનીબેન ઠાકોરની જીતમાં વાવ બેઠકનો ફાળો મહત્વનો હશે તો આ માન્યતા ખોટી ઠરશે... કેમ કે ગેનીબેન ધારાસભ્ય ભલે વાવના હોય પણ મત તેમને સૌથી ઓછા વાવથી જ મળ્યા છે... તમને જાણીને નવાઇ લાગશે કે વાવમાં ભાજપને 1 લાખ 02 હજાર 972 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 1 લાખ 01 હજાર 311 મત મળ્યા છે. આમ વાવ વિધાનસભા બેઠક પરથી ભાજપને કોંગ્રેસ કરતાં 1 હજાર 661 મત વધુ મળ્યા છે.... હકીકતમાં જોઇએ તો આ ચૂંટણીમાં પાલનપુર, દિયોદર અને દાંતા બેઠક ગેમ ચેન્જર બની અને ગેનીબેન જીતી ગયા..... 


કોને કેટલા મળ્યા મત?

વર્ષ 2024માં થરાદ શંકર ચૌધરી ધારાસભ્ય અને કહેવાય છે કે આ વખતે ગેનીબેનની સાચી લડાઈ રેખાબેનના બદલે શંકર ચૌધરી સાથે હતી... થરાદમાં ભાજપને 1 લાખ 04 હજાર 887 મત મળ્યા જ્યારે કોંગ્રેસને 90 હજાર 301 મત મળ્યા.. તો ભાજપ અહીંયા પણ 14 હજાર 586 મતની લીડ લઈ ગયું... વાત કરીએ ધાનેરાની તો માવજીભાઈ દેસાઈ અપક્ષ ધારાસભ્ય જ્યાં છે ત્યાં ભાજપને 90 હજાર 187 અને કોંગ્રેસને 89 હજાર 167 મત મળ્યા. તફાવત પાતળી સરસાઈનો 1 હજાર 650 મતનો આવ્યો જે ભાજપના પક્ષમાં રહ્યાો.. વાત ડીસાની કરી લઈએ તો ડીસામાં પ્રવીણ માળી ભાજપના ધારાસભ્ય જ્યાં ભાજપને 1 લાખ 339 મત અને કોંગ્રેસને 88 હજાર 804 મત મળ્યા... અહીંયા પણ 11 હજાર 535 મતની લીડ ભાજપ લઈ ગયું... 



પોસ્ટર બેલેટની વાત કરીએ તો.. 

હવે વાત કરી લઈએ પોસ્ટલ બેલેટની તો ભાજપને 5 હજાર 717 મત અને કોંગ્રેસને 4 હજાર 811 મત મળ્યા તેમાં પણ ભાજપ 906 મત વધારે લઈ ગયું તો સવાલ એ થાય કે 4 વિધાનસભામાં ભાજપના મત વધારે છે તો ગેનીબેન ક્યાં કાઠુ કાઢી ગયા... તો એ બેઠકો છે દાંતા, પાલનપુર અને દિયોદર.... દાંતામાં ભાજપને 82 હજાર 439 મત અને કોંગ્રેસને 93 હજાર 457 મત મળ્યા હતા.. જ્યાં કોંગ્રેસ 11 હજાર 18 મત વધારે લઈ ગયું... , વાત પાલનપુરની કરીએ તો ભાજપને 76 હજાર 687 મત અને કોંગ્રેસને 1 લાખ 5 હજાર 837 મત મળ્યા છે... 29 હજાર 150 મતની લીડથી પાલનપુર વિધાનસભામાં કોંગ્રેસની જીત થઈ... વાત કરીએ દિયોદરની તો ભાજપને મળ્યા 77 હજાર 619 મત અને કોંગ્રેસને મળ્યા 98 હજાર 195 મત  અહીંયા પણ કોંગ્રેસને 20 હજાર 576 મતની લીડ મળી.... 



સ્થાનિક સમસ્યાથી કંટાળેલા શહેરી લોકોએ આપ્યો કોંગ્રેસને મત

2019માં જે પાલનપુર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપને 38 હજાર 786 મતની લીડ મળી હતી તે જ મતવિસ્તારમાંથી આ વખતે ભાજપને 29 હજાર 150 મત ઓછા મળ્યા. ભાજપને મળેલા આ ઓછા મતનો સીધો ફાયદો કોંગ્રેસને મળ્યો અને ગેનીબેનની જીત થઇ. પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવાની પાછળ રહેલા કારણોની વાત કરીએ તો પાલનપુરમાંથી કોંગ્રેસને અનઅપેક્ષિત લીડ મળવા પાછળનું એક કારણ એ પણ હોઇ શકે કે, પાલનપુરમાં ટ્રાફિક, ગટર જેવા લોકોને સીધી અસર કરતાં પ્રશ્નો વર્ષોથી છે. જેનું કોઇ નિરાકરણ આવ્યું નથી. વળી, પાલનપુર નગરપાલિકામાં ભાજપનું શાસન છે એટલે સ્થાનિક સમસ્યાથી કંટાળેલા શહેરી મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફી રહ્યો હોય.


ભાજપનું ક્લીન સ્વીપનું સપનું રોકાયું..!

સામાન્ય રીતે એવું મનાય છે કે શહેરી વિસ્તારનો મતદાર ભાજપ તરફી ઝુકાવ ધરાવે છે પરંતુ પાલનપુર શહેરી વિસ્તાર હોવા છતાં ત્યાંના મતદારોએ કોંગ્રેસને વધુ મત આપ્યા. આ બાબત ભાજપ માટે લાલબત્તી સમાન છે. એટલે આ ત્રણ બેઠકોની મતપેટી ખુલી અને ગેનીબેન અને કોંગ્રેસે ઈતિહાસ રચ્યો  અને ભાજપનું ક્લિન સ્વીપનું સ્વપ્ન રોળાયું.... હવે ગેનીબેન દિલ્હી દરબારમાં પહોંચ્યા છે... એકલાહાથે પ્રચાર કરી ભાજપને ટક્કર આપી અને દિલ્હીમાં ગેનીબેન પહોંચ્યા જ્યાં તેમના વધામણા કરવામાં આવ્યા.... હવે કોંગ્રેસને પણ ગેનીબેન પાસેથી શીખવાનું છે.... 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....