Banaskantha લોકસભા બેઠકની ટિકિટ મળતાં જ Geniben Thakorનો હુંકાર! સાંભળો મતદાતાઓને શું કરી અપીલ?


  • Published By :
  • Published Date : 2024-03-13 14:51:50

ગઈ કાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની 7 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશની એક બેઠક પર ઉમેદવારોના નામ આવી ગયા છે. પણ આ બધાની વચ્ચે જે બેઠક પર સૌથી વધારે રસપ્રદ જંગ રહેવાની છે એ છે બનાસકાંઠા બેઠક. આ બેઠક પર ભાજપ અને કોંગ્રસ બંનેએ મહિલા ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ગઈકાલે ગેનીબેન ઠાકોરએ નામ જાહેર થાય બાદ હુંકાર કર્યો હતો. ગેનીબેન પાલનપુરના ચરોતરમાં પોતાના સમર્થકો અને કાર્યકરો વચ્ચે હતા અને સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મને પૈસા નથી જોતાં હીરા નથી જોતાં માટે તમારા મત જોઈએ છે અને તમારે મામેરામાં મને મત આપવાના છે.

ઉમેદવારનું નામ જાહેર થાય તે પહેલા ગેનીબેને શરૂ કર્યો હતો પ્રચાર!  

ઉમેદવારોના નામને લઈ જ્યારથી ચર્ચા થઈ રહી છે ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી શકે છે. આ બધા વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી જેમાં ગુજરાતની અનેક બેઠકોના નામનો સમાવેશ હતો. ઉમેદવારોના નામની જાહેરાત ના થઈ હતી તે પહેલા જ ગેનીબેન પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું. એક નિવેદન તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠાના બેન ગેનીબેન અને બધી મહિલાઓને સંબોધિત કર્યા હતા.  


રેખા ચૌધરી વિશે ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે.... 

બનાસકાંઠા બેઠક પરથી ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોરે કાર્યક્રમ દરમિયાન રેખા ચૌધરી વિશે પણ વાત કરી હતી. તેમને કહ્યું કે બંને પક્ષોએ મહિલાઓને ટિકિટ આપી છે. અનામત નહીં હોવા છતાં પણ ઉમેદવાર પસંદ કરીને બંને પક્ષોએ લોકશાહીના મૂલ્યો માટેની શરુઆત કરી છે. અને ઉમેરવાની વાત એ છે બનાસકાંઠામાં વર્ષોથી કોઈ મહિલા સાંસદ નોતું બન્યું એટલે આ વર્ષે જે પણ સાંસદ બનશે હશે એ મહિલા બનશે.

ભાજપે રેખાબેન ચૌધરીને બનાવ્યા છે ઉમેદવાર 

બંને ઉમેદવારોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર તરીકે બેઠક પર પ્રથમ વાર મહિલા ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે. ભાજપે રેખાબેન ચૌધારીને મેદાને ઉતાર્યા છે. રેખાબેન ચૌધરી વ્યવસાયે 20 વર્ષથી પ્રોફેસર છે. તેઓ પટેલ સમાજના અગ્રણી ગલબાભાઇ પટેલના પરિવારમાંથી આવે છે. ગલબાભાઇ પટેલના તેઓ પૌત્રી છે. એટલે ચોધારી સમાજ મોટાભાગે રેખા બેનને સમર્થન આપશે!


કોંગ્રેસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાવ્યા ઉમેદવાર

હવે ગેનીબેનની વાત કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસે વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પસંદ કર્યા હતા. તે સતત બીજી વાર ત્યાંથી ચુંટણી લડ્યા ગેનીબેનને આ પહેલા 2012 માં શંકર ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉતર્યા હતા પણ ત્યારે તે જીતી નોહતા શક્યા પછી 2017માં પણ એ લડ્યા અને જીત્યા એટલે એ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ગેનીબેનને મેદાને ઉતારવા પાછળ કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમીકરણને ધ્યાને રાખી રહ્યુ છે.અને એટલેજ બંને પક્ષોએ ચૌધરી અને ઠાકોર સમાજ વાળું સમીકરણ અપનાવ્યું છે.  ત્યારે હવે કઈ મહિલા આ બેઠક પર બાજી માંરે છે તે જોવાનું રહ્યું.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.