ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી એક જ જ મંચ પર જોવા મળ્યા, કોંગ્રેસના MLA પાર્ટી સાથે છેડો ફાડશે તેવી અટકળોએ જોર પકડ્યું


  • Published By :
  • Published Date : 2023-05-16 14:19:22

કોંગ્રેસના અગ્રણી નેતા અને વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ રાજકિય વર્તુળોમાં જોર પકડી રહ્યું છે. ભાભરમાં સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નના પ્રસંગમાં ભાજપના નેતા અને વિધાનસભા અધ્યક્ષ  શંકર ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નવદંપત્તિને આશીર્વાદ આપવા માટે સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા. આ કારણે ગેનીબેન ઠાકોર કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળોનું બજાર ગરમ છે. 


ગેની બેન અને શંકર ચૌધરી એક જ મંચ પર 


ભાજપના નેતા શંકર ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના રાજકારણમાં એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. જો કે તે બંને ભાભર ખાતે વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં એક જ કારમાં સાથે આવતા તેમ જ એકબીજાના વખાણ કરતા લોકોમાં રાજકીય ક્ષેત્રે કંઈક નવાજૂની થશે તેવી ચર્ચા થઈ રહી છે. આ અગાઉ પણ ગેનીબેનએ નડાબેટ ખાતે ભાજપ સરકારના વિકાસ કાર્યોની ભરપેટ પ્રશંસા કરી હતી. તદ્દન વિરોધી વિચારણીવાળા બનાસકાંઠાના ભાજપ તેમજ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં એક મંચ પર હાજરીના કારણે નવા રાજકીય સમીકરણો સર્જશે તેવી શક્યતાને નકારી શકાય નહીં. 


ગેની બેન ઠાકોરે શું કહ્યું?


વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેલા ગેનીબેન ઠાકોરે મંચ પરથી પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ” આદિવાસીઓ વર્ષો પહેલા ખિસ્તી ધર્મમાં જોડાયા હતા. આ લોકોએ આજે ખિસ્તી ધર્મ અપનાવી IAS,IPS,મામલતદાર, TDO જેવી મહત્વની પોસ્ટ પર કાર્યરત છે, અને સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે. હવે આપણને જાણવા મળ્યું છે કે દલિત સમુદાયના લોકો પણ ખિસ્તી ધર્મ તરફ વળ્યાં છે. આ ચિંતાજનક બાબત છે. માટે હું હિન્દુ ધર્મના તમામ ધર્મગુરુઓ, સંતો ,મહંતો,વડીલો અને આગેવાનો ને વિનતી કરું છું કે આપ આ લોકોને મદદ અને રક્ષણ તથા સન્માન આપવા આગળ આવો, આજે આપણે આ તમામ લોકોની મદદમાં નહીં આવીએ તો સમાજો ક્યાંક ને ક્યાંક બીજા ધર્મમાં જોડાશે. આપણે ધર્મ રક્ષા કાજે આ સેવા કાર્ય કરી આવા તમામ સમાજના લોકોની મદદ કરવી પડશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.