રસ્તાના નિર્માણ દરમિયાન ગેનીબેન ઠાકોરે લીધી સ્થળ મુલાકાત, કામગીરીને જોતા ધારાસભ્યએ લીધો આ નિર્ણય! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-21 10:45:55

ગુજરાતને વિકસીત રાજ્ય તરીકે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં પ્રસ્થાપિત કરવાની કોશિશ સત્તા પક્ષ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત મોડલ બતાવીને દેશમાં કેટલો વિકાસ થયો છે તે બતાવવાની કોશિશ કરાતી હોય છે. પરંતુ કડવી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. રોડ રસ્તા પર ફરતા ઢોરને કારણે અનેક લોકોના મોત થયા છે. રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડતાં ખાડાઓને લઈ લોકો ત્રસ્ત છે. વિદેશથી જ્યારે મહેમાનો આવે ત્યારે રોડ રસ્તાને જે સ્થળની મુલાકાત લેવાના હોય તે સ્થળની કાયાપલટ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ સામાન્ય માણસને પડતી મુશ્કેલી તો ત્યાંની ત્યાં જ હોય છે. રસ્તા પર પડતા ખાડાને લઈ લોકોએ જાણે માની લીધું હોય કે આપણે રસ્તા પરથી નહીં પરંતું ખાડા પરથી પસાર થઈ રહ્યા છીએ. ખાડામાં જો રસ્તો દેખાય તો લોકો તેને અહોભાગ્ય માનતા હોય છે. 

રસ્તાના નિર્માણ દરમિયાન થતાં ભ્રષ્ટાચાર અંગે ઘણી વખત કરાઈ છે ચર્ચા

ચોમાસા દરમિયાન રસ્તાનું ધોવાણ થતું હોય છે. પરંતુ ચોમાસા સિવાય પણ અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વ્યક્તિ એક હાથથી રસ્તા પર લાગેલા ડામરને ઉખાડતા દેખાય છે. તો કોઈ વખત ચાદરની જેમ રસ્તો આખો ઉઠતો હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ન માત્ર લોકો પરંતુ વિપક્ષના નેતાઓ અનેક વખત લગાવે છે. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનને લઈ હમેશા ચર્ચામાં આવતા હોય છે પરંતુ આ વખતે જે કામ તેમણે કર્યું છે તે ચર્ચામાં આવ્યું છે. 

રસ્તાનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવાનોની ટીમ રાખવામાં આવશે  

રસ્તાના નિર્માણ દરમિયાન હલકી ગુણવત્તા વાળા માલ સામાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેવા આક્ષેપો લગાવવામાં આવતા હોય છે. રસ્તાનું નિર્માણ થતું હતું તે જગ્યાની મુલાકાત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લીધી હતી. જ્યારે ગેનીબેન ઠાકોરે ભાભર થી કટાવ વચ્ચે બની રહેલા રોડ કામની મુલાકાત લીધી ત્યારે તેમને જાણવા મળ્યું કે નિર્માણ દરમિયાન યોગ્ય ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવતું નથી. જેને લઈ યોગ્ય ગુણવત્તા વાળું મટિરીયલ વાપરવામાં આવે તેવી સૂચના આપી દીધી હતી. વાવના ધારાસભ્યે કહ્યું કે જ્યાં સુધી કામ પૂર્ણ નાં થાય ત્યાં સુધી કામગીરી દરમિયાન સ્થાનિક યુવાનોની ટીમ બનાવીને ત્યાં રાખવામાં આવશે. હવે ટીમ બની છે તો તે ત્યાં રહી નિર્માણ કાર્ય કેવી રીતે થાય છે તેની પર નજર રાખશે.   


જનતાના પૈસાએ થાય છે વિકાસના કામો!

મહત્વનું છે કે રોડ રસ્તામાં થતાં ખાડાને કારણે ન માત્ર વાહનોને નુકસાન પહોંચે છે પરંતુ માણસના શરીરને પણ કષ્ટ પહોંચે છે. રસ્તા પર પડતા ખાડા, રસ્તાના નિર્માણ પાછળ કરવામાં આવતો ખર્ચ ઉપરાંત નિર્માણ પછી સમારકામ કરવા માટે કરવામાં આવતો ખર્ચ જનતાના પૈસાએ થાય છે. જનતા જે ટેક્સ ભરે છે તે પૈસાથી વિકાસના કામો થતાં હોય છે.    




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે