ગિફ્ટ સીટીનું થશે વિસ્તરણ, ગાંધીનગરના ચાર ગામને સમાવવામાં આવશે, વિસ્તાર વધીને 157 એકર થશે


  • Published By :
  • Published Date : 2023-12-24 14:26:20

ગુજરાત સરકારે ગાંધીનગર નજીક આવેલી ગિફ્ટ સીટીમાં દારૂના સેવનની મંજુરી આપી ત્યારથી આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકારે આજે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. 35 એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવા માટે અને તેના વધુ વિકાસ માટે આ સિટીમાં ગાંધીનગર તાલુકાના ચાર ગામને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ચાર ગામોનો 122 એકર વિસ્તાર ગિફ્ટ સિટીની અંદર આવરી લેવામાં આવશે. 


આ ગામોનો થશે સમાવેશ


ગિફ્ટ સિટીના વિકાસ અને વિસ્તાર માટે ગાંધીનગરના શાહપુર, ડભોડા, લવારપુર અને વલાદ ગામ ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવી શકે છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ અહીં ગિફ્ટ સિટીની અંદર મિની એયરપોર્ટનું  પણ  નિર્માણ કરવામાં આવશે, ઉપરાંત ગિફ્ટ સિટીની અંદર ચારથી છ ફાઈવ સ્ટાર હોટલ પણ બનશે. આગામી દિવસોમાં ગિફ્ટ સિટીનો વિસ્તાર વધારીને 157 એકર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.  


ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થશે


રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ વહેંચવા અને પીવા પર મંજૂરની મોહર લગાવી છે. જો કે, ગિફ્ટ સિટીમાં દારૂ પીવાશે, પરંતુ પીધા બાદ બહાર આવવાને લઈને સસ્પેન્સ છે. નશાબંધીની ધારા 24-1-ખ અંતર્ગત દારૂ પીને ગુજરાતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. આ મામલે વિગતવાર ટૂંક સમયમાં નોટિફિકેશન જાહેર થઇ શકે છે. નોંધનિય છે કે, નશાબંધીની ધારા 24-1-ખને ધ્યાનમાં રાખી નિયમો  તૈયાર થશે.  મુંબઈની જેમ ગિફ્ટ સિટીમાં પણ FL3 લાયસન્સ સાથે દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ FL1 અને FL2 પ્રકારના લાયસન્સ અપાયા છે. FL1  લાયસન્સ હોલ્ડરને દારૂ હોલસેલમાં વેચવાનો પરવાનો આપે છે. FL2 લાયસન્સ અંતર્ગત પરમિટ ધરાવનારાઓને રિટેલ દારૂ વેચવાનો પરવાનો મળે છે FL3 લાયસન્સ અંતર્ગત પરવાનાના નિયમો તૈયાર થઈ રહ્યા છે. ગિફ્ટ સિટીની હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટોને  FL3 લાયસન્સના પરવાના હેઠળ દારૂ પીરસવામં આવશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે