ગીરની ગાયોની અસલ નસલને બચાવવા માટે અમરેલીમાં અભિયાન, IVF વાનનું લોકાર્પણ


  • Published By :
  • Published Date : 2023-01-03 14:51:58

ગીરની ગાયો દુનિયાભરમાં પ્રખ્યાત છે, એક જ સમયે 15 લિટર દુધ આપવા સક્ષમ ગીરની અસલ ગાયની ઓલાદ ધીરે-ધીરે ઘટી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં અસલ ગીરની ગાયની ઓલાદો આગામી એક દાયકામાં લુપ્ત થઈ જશે. ગીરની જાતવાન ગાયોની અસલ નસ્લને બચાવવા માટે અમરેલીમાં ખાસ અમરેલીમા આઇવીએફ લેબ કાર્યરત થઇ ગઇ છે. આ ઉપક્રમે IVF વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર નવ સ્થળે જ ગીરની ઓરીજનલ નસલ જળવાય છે, ત્યારે આવનારા એક દાયકામા અમરેલીમા મોટા પ્રમાણમા અસલ નસલની ગીર ગાય પેદા થાય તેવું મહાઅભિયાન હાથ ધરવામા આવ્યું છે. 


IVF વાન શા માટે?


અમરેલીમાં દેશની સૌપ્રથમ IVF વાન દ્વારા ગીરની ગાયોનું સંવર્ધન કરવામાં આવશે. IVF વાનમાં ઓરીજનલ ગીર નસલના આખલાના શુક્રાણુ તથા ગાયના અંડ મારફત લેબમાં ભ્રુણને વિકસાવવામા આવશે. આ ભ્રુણનુ કોઇપણ ગાયમા આરોપણ કરવામા આવશે. આ એક રીતે કોઈ પણ ગાય દ્વારા વાછરડુ ગીર નસલનુ જ પેદા થશે. IVFની મદદથી ખુબ જ ઝડપથી ગીર ગાયની સંખ્યા વધારી શકાશે.


ગીર ગાય સંવર્ધન ખર્ચ કોણ ભોગવશે?


કેન્દ્રીય પશુપાલન મંત્રાલય, રાજય સરકાર અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે આ ભગીરથ કાર્ય હાથ પર લેવાયું છે.  IVF ટેકનોલોજીની મદદથી ગીર ગાયના સંવર્ધન પાછળ 21 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.  આ ગર્ભધાનના તમામ ખર્ચમાંથી  કેટલીક રકમ કેન્દ્ર સરકાર, અમુલ ફેડરેશન અને બાકીની રકમ અમર ડેરી ભોગવશે. શરૂઆતમા 200 ગાયોને IVF ટ્રીટમેન્ટ આપી વાછરડા પેદા કરવાનુ આયોજન કરાયું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે