ગીર સોમનાથના MLA Vimal Chudasama હવે મેદાને! ગેરકાયદેસર દારૂ, જુગાર ધામ મામલે કરી આમને રજૂઆત, જો કાર્યવાહી નહીં થાય તો...


  • Published By :
  • Published Date : 2024-06-17 11:36:50

ભાજપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા ત્યારે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક ગંભીર મુદ્દાને લઈ રજૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.. વિમલ ચૂડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખે પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે . વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી..  

કોંગ્રેસના ધારાસભ્યએ કરી કાર્યવાહી કરવાની માગ!

ગુજરાતમાં દારૂ બંધી છે.. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે.. દારૂ બંધી હોય ત્યાં દારૂ ના મળે તેવું કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું કેવું પાલન થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં દારૂ બંધીના લીરેલીરા ઉડતા હોય છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે દારૂ કયાં મળે છે પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક જગ્યાઓ પર જુગાર ધામ તેમજ વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે જેને બંધ કરાવવા માટે ગીર સોમનાથના ધારાસભ્યે પત્ર લખી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.    


વિમલ ચુડાસમાએ પત્રમાં લખ્યું કે...  

સામાન્ય માણસ દ્વારા પોલીસને આવી રજૂઆત કરવામાં આવે તે વાત કદાચ સામાન્ય લાગે પરંતુ જ્યારે ધારાસભ્ય આવી રજૂઆત કરે ત્યારે...! ગીર સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે , વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લે આમ ચાલી રહ્યા છે. વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 



જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની કહી વાત...

આટલું જ નહિ ,વિમલ ચુડાસમાએ DGPને પત્ર લખી રજુઆત કરી છે .પત્ર તો લખ્યો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ જનતા રેડ કરીને વેરાવળ શહેરને આ ગેરકાયેદસર પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવશે. મહત્વનું છે અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં એવું લાગે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો છે. જનતાને હવે જાગૃત થવાની જરૂરત છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે