"તને હિરોઇન બનાવીશ" કહી ભગુ વાળાએ મોડેલ યુવતી પર આચર્યું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:39:26

ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના કાર્યકર ભગુ વાળાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ગીર સોમનાથ પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ભગુ વાળાએ મને હિરોઈન બનાવવાની લાલચના જોરે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આમ શરીર સુખ માણી તેમણે મને કોઈ લાભો આપ્યા ન હતા અને આથી મારી સાથે અન્યાય થયો છે. 


કોણ છે ભગુ વાળા?

લાંબા સમયથી ભગુ વાળા કોંગ્રેસમાં હતા. ભગુ વાળાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી AAPનો ખેસ ધારણ કર્યો છે. ભગુવાળા વિશ્વાસ ટેલી ફિલ્મસના માલિક છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ભગુ વાળા સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

AAP કાર્યકર ભગુ વાળાની ફાઇલ તસવીર 

કેવી રીતે બની સમગ્ર ઘટના

વેરાવળના રાજેન્દ્રભૂવન રોડ પર આવેલી ઓફિસ અને વિશ્વાસ ટેલી ફિલ્મના માલિક ભગુ વાળાએ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરી બોલાવી હતી. તેમણે તેને લલચાવી ફોસલાવી ભાડે રાખેલ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગીર સોમનાથ પોલીસને સમગ્ર મામલે રાત્રે 11 વાગ્યે જાણ થતાં પોલીસે તેમની સામે કલમ 367 મુજબ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.  

વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે ભગુ વાળા

પીડીતાએ ભગુ વાળા પર શું આક્ષેપો કર્યા?

પીડીતાએ કહ્યું કે પૈસા કમાવી આપીશ, ફેમસ કરી આપીશ તને એમ કહી મને અહીં બોલાવી. ત્યાર બાદ ભાડે રાખેલ રુમમાં લઇ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ ચેકઅપ માટે તાત્કાલિક ખસેડાઇ હતી અને પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી.

ભગુ વાળા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAPમાં જોડાયા હતા અને વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે. આ બનાવ બનતા ગીર સોમનાથના રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે