વડોદરામાં પ્રેમિકાએ વર્તમાન પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, આ ચકચારી ઘટના બાદ વિસ્તારમાં સન્નાટો છવાયો


  • Published By :
  • Published Date : 2023-06-16 22:58:41

રાજ્યમાં લવ અફેરના કારણે હત્યા અને આત્મહત્યાઓની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વડોદરામાં આવી જ એક ઘટનામાં પ્રેમીકાએ તેના વર્તમાન પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ચકચારી ઘટના બાદ મૃતક યુવકના પિતાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ પલક ઠાકોર અને પાર્થિવ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


સમગ્ર મામલો શું છે?


મૃતક યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર પ્રહલાદને પલક નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધો હતા, બાદમાં પલકને પાર્થિવ નામના એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરવર્તી હતી. જેના કારણે પ્રહલાદ અને પાર્થિવ વચ્ચે ઘણી વાર ઝગડા પણ થયા હતા. પલક પણ પાર્થિવના પ્રેમમાં હોવાથી તેણે પ્રહલાદથી પીછો છોડાવવા માટે પાર્થિવને વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ સાથે મળીને પ્રહલાદની હત્યા કરવાનું કાવતરું ધડ્યું હતું. આ કાવતરા મુજબ પ્રથિવે પ્રહલાદને ફોન કર્યો અને કહ્યું કે પલક તને મળવા બોલાવે છે. જ્યારે પ્રહલાદ પાલકને મળવા ગયો ત્યારે પાલક અને પાર્થિવે સાથે મળીને પ્રહલાદની હત્યા કરી દીધી હતી. પ્રેમિકાએ પૂર્વ પ્રેમી પ્રહલાદને પકડી રાખ્યો હતો અને તેના હાલના પ્રેમી પાર્થિવએ યુવકના પેટના ભાગે છરીના ઘા મારી પ્રહલાદની હત્યા કરીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમ્રગ મામલે પરિવારે બાપોદ પોલીસને જાણ કરતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે