ઝાડ પર વર્દી લટકાવીને ભાગી ગયેલી પોલીસ પછી Girsomnath જિલ્લામાં નવી ફરિયાદ। કોન્સ્ટેબલ પર રેપ કેસ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 11:00:32

પોલીસનું કામ છે નાગરિકોની રક્ષા કરવાનું... પરંતુ રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે? જેમની પર ન્યાય અપાવવાની જવાબદારી છે તેમના વિરૂદ્ધ જ ફરિયાદ કરવી પડે ત્યારે? સામાન્ય રીતે પોલીસ સીધી રીતે નાગરિકોના સંપર્કમાં રહેતી હોય છે. લોકોને કોઈ પણ પરેશાની હોય તો તે ન્યાય માટે પોલીસ પાસે જાય છે. પોતાની ફરિયાદ લઈ પોલીસ પાસે જાય છે એ આશા સાથે કે તેને ન્યાય મળશે.. તેનો અવાજ સાંભળવામાં આવશે. પરંતુ ફરિયાદ જ જો પોલીસ સામે કરવાની હોય તો? અને ફરિયાદ એટલી ગંભીર હોય કે મહિલા માટે સન્માનનો સવાલ થઈ જાય અને પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવાની થાય ત્યારે? જો તમે પુરૂષ હોવ તો તમને મારે, પરંતુ જો તમે સ્ત્રી છો તો તમારા શરીરનું શોષણ થાય...! 

મહિલાએ આક્ષેપ લગાવ્યો કે.... 

અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથથી આવેલા એક કિસ્સાની.. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાએ બે પોલીસકર્મી, હોમગાર્ડ સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તે પણ શારીરિક શોષણની... જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યો છે તે પ્રમાણે વાત એમ હતી કે મહિલાના પતિ દારૂનો અડ્ડો ચલાવતા હતા. પતિના અવસાન બાદ પોતાના સંતાનોનું પેટ ભરવા માટે મહિલાએ દારૂના અડ્ડાને સંભાળ્યો. દારૂનો અડ્ડો મહિલા ચલાવતી હતી જેને લઈ પોલીસ કર્મી તેને હેરાન કરતા.  મહિલાએ એવો આક્ષેપ લગાવ્યો કે હપ્તો આપવા છતાંય તેની પાસેથી બીભત્સ માંગણીઓ કરવામાં આવતી. શારીરિક સંબંધો બાંધવા માટે તેને કહેવામાં આવતું. આવું અંદાજીત ત્રણ મહિના સુધી ચાલ્યું.. 


જ્યારે પોલીસને જ પોલીસ કર્મી વિરૂદ્ધ  ફરિયાદ કરવી પડે ત્યારે... 

અંતે મહિલાએ કંટાળીને પોલીસમાં પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. મહિલાએ પોતાના ફોનમાં પુરાવાઓ સાચવીને રાખ્યા હતા.. મહિલાએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તેણે કહ્યું કે હું મારૂં શરીર નથી વેચી રહી..! આ બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા અને ચાર આરોપી જેમની વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ કરી હતી તેમને પોલીસે ઝડપી પાડ્યા છે. જે ચાર લોકોને પકડવામાં આવ્યા તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ હતા, એક હોમગાર્ડ હતો અને એક વહીવટ કરવા વાળો હતો. ચાર વિરૂદ્ધ એક્શન તો લેવામાં આવ્યા પરંતુ એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ વાત પોલીસ માટે હશે જ્યારે એક મહિલાની સાથે આવું થાય, મહિલાની ફરિયાદ જેની સામે થાય તે પોલીસ વિભાગમાંથી જ હોય...! 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.